________________
દ્રવ્ય-ભાવસ્તવનું ફળ
पारलौकिकनिर्जरारूपफलस्यैवाभ्यर्थितत्वात् । न च केवलैहिकफलाकाङ्क्षिणा पारलौकिकं फलमिष्यते । न च द्रौपदी सम्यक्त्वविकलेति वाच्यम्, नारदागमे श्रीज्ञाता षोडशाध्ययने- "ततेणं सा दोवती कच्छुल्लणारयं अस्संजय- अविरयअप्पडिहय-अप्पच्चक्खायपावकम्मे त्तिकट्टु नो आढाति नो परियाणइ नो अब्भुट्ठेइ नो पज्जुवासेति ।" इतिकथनात् सा સંબોધોપનિષદ્
કહેવા દ્વારા પરલોકસંબંધી એવા નિર્જરારૂપ ફળ જ માંગ્યું હતું. જે માત્ર આલોકસંબંધી ફળની જ આકાંક્ષા કરતો હોય, તે પરલોક સંબંધી ફળને ઇચ્છતો નથી.
सम्बोधसप्ततिः
ગાથા-૩૬
-
१८७
વળી દ્રૌપદી સમ્યક્ત્વ રહિત હતી, એવું પણ ન કહેવું જોઇએ. કારણ કે જ્યારે નારદનું આગમન થયું, ત્યારે દ્રૌપદીએ જે પ્રતિભાવ આપ્યો, તેના પરથી દ્રૌપદી સમ્યક્ત્વવતી હતી, એવો નિશ્ચય થાય છે. શ્રીજ્ઞાતાધર્મકથા અંગસૂત્રના સોળમાં અધ્યયનમાં એ પાઠ આ મુજબ છે
‘કક્કુલ નારદ અસંયત, અવિરત, પાપકર્મનો પ્રતિઘાત તથા તેનું પ્રત્યાખ્યાન નહીં કરનાર છે, એમ ધ્યાનમાં રાખીને પછી દ્રૌપદી તેનો આદર કરતી નથી. તેને પૂજ્ય તરીકે જાણતી નથી, અભ્યુત્થાન કરતી નથી, પર્યુપાસના કરતી નથી.’
આ પાઠ પરથી એવું સંભવે છે કે દ્રૌપદીએ સમ્યક્ત્વમાં