________________
सम्बोधसप्ततिः ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૮રૂ
व्याख्या - 'उक्कोसं' इति, प्राकृतत्वाद्विभक्तिपरिणामे उत्कर्षेण भावश्रावको 'द्रव्यस्तवं' पुष्पादिभिः समभ्यर्चनं 'आराध्य' विधिवदासेव्य 'अच्युतं' द्वादशं देवलोकं यावत् 'याति' गच्छति, प्राकृतत्वाद्विभक्तिलोपः, यदुक्तं श्रीमहानिशीथे तृतीयाध्ययने-"कंचणमणिसोवाणे, थंभसहस्सूसिए सुवन्नतले। जो कारवेज्ज जिणहरे, तओ वि तवसंजमो अणंतगुणो ॥१॥ इति । तवसंजमेण बहुभवसमज्जियं पावकम्ममललेवं ।
સંબોધોપનિષ પ્રકરણ ૧૧૧, દર્શનશુદ્ધિપ્રકરણ ૮૨, વિચારસાર ૬૨૫)
પ્રાકૃત હોવાથી વિભક્તિનો પરિણામ થતા “ડવો અહીં ત્રીજી વિભક્તિ સમજવી, તેથી ઉત્કર્ષથી એવો અર્થ થશે. ઉત્કર્ષથી ભાવશ્રાવક દ્રવ્યસ્તવ = પુષ્પાદિથી સમ્યફ જિનપૂજા, તેને આરાધીને = વિધિપૂર્વક તેનું આસેવન કરીને, અશ્રુત = બારમા દેવલોક સુધી જાય છે. અહીં (વ્યસ્થય) પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. જે શ્રીમહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે – સુવર્ણ અને મણિના સોપાનવાળા, હજાર થાંભલાઓથી ઉચ્છિત, સુવર્ણના તળવાળા એવા જિનાલયો જે કરાવે, તેના કરતા પણ તપ-સંયમ અનંતગુણ ફળ આપનારા છે. તેવી (સંબોધપ્રકરણ ૫૩૩, ૧૨૪૬, ઉપદેશ માલા ૪૯૪) તપ-સંયમથી ઘણા ભવમાં સમર્જિત એવા પાપ