________________
૨૫૨ ગાથા-૨૮ - “સંઘ' વ્યપદેશને યોગ્ય જીવો સોથ સપ્તતિઃ शेष आज्ञाबाह्यः सङ्घातोऽस्ति न तु सङ्घ इति व्याख्यानयन्ति तदुपेक्षणीयम्, सङ्घपट्टकवृहद्वृत्तौ वृत्तिकृता पूर्वपाठार्थस्यैव
– સંબોધોપનિષદ્ – કેટલાક તો “સંઘાત છે' એવા પાઠથી શેષ = આજ્ઞાબાહ્ય સમૂહ છે, પણ સંઘ નથી, આવી વ્યાખ્યા કરે છે. તે ઉપેક્ષણીય છે. કારણ કે સંઘપટ્ટકની બૃહદ્ધત્તિમાં વૃત્તિકારે પૂર્વના પાઠનું જ સમર્થન કર્યું છે.
[આજ્ઞાયુક્ત = આજ્ઞાપ્રધાન, આ અર્થથી સમજવાનું છે કે જેનો પક્ષપાત જિનાજ્ઞા પ્રત્યે જ છે. તે સંઘનું અંગ છે. બાહ્ય પ્રવૃત્તિ તો દ્રવ્યાદિદોષથી ન છૂટકે જિનાજ્ઞાનુસારી ન પણ હોઈ શકે, પણ તેટલા માત્રથી તેને અસ્થિસંઘાત કહેવું એ શ્રીસંઘની મહા આશાતના છે. જ્યાં જિનાજ્ઞાનુસારી પ્રવૃત્તિનું શક્ય પાલન હોય, અને જે અશક્ય હોય, તેના પ્રત્યે પણ પક્ષપાત હોય, ત્યાં “સંઘ” તરીકેનો વ્યપદેશ ઉચિત જ છે. વળી જેમ “ગુરુગુણવાળા હોય તે ગુરુ” આ શાસ્ત્રીય વ્યાખ્યામાં બહુ મોટા મોટા ગુણો હોય એવી નહીં પણ મૂલગુણો હોય એવી અપેક્ષા રખાઈ છે. કાળાદિના દોષથી ગુરુ થોડા પ્રમાદી હોય, તો ય તેમનામાં ગૌતમસ્વામિના દર્શન કરવાના કહ્યાં છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ. - ટૂંકમાં આ ગાથા અતિ ગંભીર અર્થવાળી છે. માત્ર શાબ્દિક અર્થ પકડીને સ્વાભિમતની પુષ્ટિ કરવા માટે તેનો