________________
૨૨૬ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ સંપ્નોથસપ્તતિઃ १० । अभिग्रहा द्रव्यादिषु नानारूपा नियमाः, तेषु स्वपरविषये मतिः तद्ग्रहणग्राहणपरिणामो यस्यासौ अभिग्रहमतिकः ११ । अविकत्थनः अबहुभाषी, अनात्मश्लाघापरो वा १२ । अचपलः स्थिरस्वभावः १३ । प्रशान्तहृदयः क्रोधाद्यस्पृष्टचित्तः १४ । एवंभूतो गुरुर्गुणैः सारो भवत्याचार्य इति वर्तते । तथा मकारोऽलाक्षणिकः, क्षान्त्यादिको दशविधो धर्मः, तथाहि"खंती य मद्दवज्जव, मुत्ती तव संजमे य बोधव्वे । सच्चं
- સંબોધોપનિષદ્ ગચ્છની વૃદ્ધિનું કારણ છે. (૧૧) અભિગ્રહો = દ્રવ્યાદિ વિષયના અનેક પ્રકારના નિયમો, તેમાં સ્વ-પરવિષયમાં મતિ = અભિગ્રહનું ગ્રહણ કરવાનો – કરાવવાનો પરિણામ જેમને છે તે અભિગ્રહમતિ. (૧૨) અવિકલ્થન = અલ્પ બોલનારા અથવા પોતાની પ્રશંસા નહી કરનારા. (૧૩) અચપળ = સ્થિરસ્વભાવી. (૧૪) પ્રશાંતહૃદયી = જેના ચિત્તમાં ક્રોધ વગેરેનો સ્પર્શ થયો નથી, તેવા. આવા સ્વરૂપવાળા ગુરુ = ગુણોથી સારભૂત એવા આચાર્ય હોય છે.
તથા “મકાર અલાક્ષણિક છે. ક્ષત્તિ વગેરે દશ પ્રકારનો ધર્મ છે. તે આ પ્રમાણે છે-ક્ષાન્તિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મ આ દશ પ્રકારનો યતિધર્મ છે. (દર્શનશુદ્ધિ પ્રકરણ ૬૪, વિચારસાર ૨૮૨, નવતત્ત્વ ૭૮, પંચાશક ૫૧૩, વિંશતિવિંશતિકા ૨૦૨, નવતત્ત્વભાષ્ય ૮૩, તિત્વોગાલિપઇન્નય ૧૨૦૭, પ્રવચન સારોદ્વાર પપ૩, ચરણકરણ મૂલોત્તરગુણ ૫)