________________
सम्बोधसप्ततिः
८५
ગાથા-૧૧ સારંભ ગુરુ સ્વપરને ડુબાવે श्रीआवश्यकनिर्युक्तौ - " जे बंभचेरभट्ठा, पाए उड्डुंति અંમન્નારીનું । તે હાંતિ ટમટા, વોહી ય સુવુત્ત્તહા તેસિં ાશા'' ये पार्श्वस्थादयो भ्रष्टब्रह्मचर्या अपगतब्रह्मचर्या इत्यर्थः । पादे उड्डति बंभचारीणं' पादा- वभिमानतो व्यवस्थापयन्ति ब्रह्मचारिणां वन्दमानानामिति तद्वन्दननिषेधं न कुर्वन्तीत्यर्थः । ते तदुपात्तकर्मजं नारकत्वादि - लक्षणं विपाकमासाद्य यदा कथंचित्कृच्छ्रेण मानुषत्वमासादयन्ति तदाऽपि भवन्ति कौण्टमण्टाः, बोधिश्च जिनशासनावबोधलक्षणा सकलदुःखविरेकभूता सुदुर्लभा तेषाम्, सकृत्प्राप्तौ सत्यामप्यनन्तસંબોધોપનિષદ્
કારણ કે શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે - જેઓ સ્વયં બ્રહ્મચર્યથી ભ્રષ્ટ છે અને પોતાને વંદન કરતાં બ્રહ્મચારીઓની આગળ ગર્વથી પગ ધરે છે, તેઓ લૂલા-લંગડા થાય છે. અને તેમને બોધિ અત્યંત દુર્લભ થાય છે. III (આ.નિ. ૧૧૦૯) જે = પાર્શ્વસ્થ વગેરે, ભ્રષ્ટ બ્રહ્મચર્ય = જેમનું બ્રહ્મચર્ય વ્રત ખંડિત થયું છે તેવાં, વંદન કરતા બ્રહ્મચારીઓની આગળ અભિમાનથી પોતાના પગીને વ્યવસ્થાપિત કરે છે. એટલે કે ‘મને વન્દન ન કરો’ એમ પોતાને વંદન કરવાનો નિષેધ તેમને કરતા નથી. તેઓ તેનાથી ઉપાર્જિત કર્મથી નાકપણું વગેરે ફળ પામીને જ્યારે કોઈ રીતે મનુષ્યપણું પામે છે, ત્યારે પણ તેઓ લૂલા-લંગડા = વિકલાંગ થાય છે. અને જે સર્વ દુઃખોને દૂર કરનારી છે એવી જિનશાસનના અવબોધરૂપી બોધિ તેમને ખૂબ દુર્લભ થાય છે. કારણ કે એક વાર બોધિ પામ્યા પછી