________________
કરીને તેને મુખ્ય મંત્રી કર્યો પછી રાજા વિ. ને પણ ધર્મમાં પ્રવર્તાવતો તેઓ વડે પૂજ્ય મનાતો અનુક્રમે અંતે પ્રવજ્યા લઈને પોતાનું કાર્ય સાધ્યું એ પ્રમાણે ધનશ્રેષ્ઠિની કથા કહેવાઈ અંહિયા પણ આદિ શબ્દથી ગેંડો, વરૂ વિ. દૃષ્ટાંત અને દાષ્ટાન્તિક ભાવના જણાવી ||૬||
મારંત્તિ :- ભારડ પક્ષી બે જીવથી યુક્ત એક શરીરવાળા જૂદી જુદી ચાંચવાળા, મુખવાળા, એક પેટવાળા અને જુદી-જૂદી ગરદન (ડોક)વાળા ઈત્યાદિ શ્લોકમાં કહેલા લક્ષણવાળા અપ્રમત્ત જ્યાં-ત્યાં ગમે-ત્યાં) જેને તેને પણ (કોઈપણ વસ્તુને) દોરડા વિ. પાશ (બંધન) ને માનતા મનુષ્ય વગરનાં જ પર્વત દ્વિપ વિ. માં વિહરતા, ફરતા, કોઈપણ રીતે પાશમાં પડતા નથી. (બંધનમાં આવતા નથી) આહારને માટે જીવંત મનુષ્ય વિ. ને હણતા નથી. અને પોતાના ચરણને લાગેલા મનુષ્ય વિ. ને સમુદ્ર વિ. થી તારે છે. પાર ઉતારે છે. અને ઈચ્છિત દ્વિપમાં મૂકે છે. હંમેશા ઈચ્છા પ્રમાણેના વિહાર વિ. નું સુખ અનુભવતા મહાદ્વિપમાં આવેલા શ્રેષ્ઠ સ્વાદવાળા ફલ વિ. ઈચ્છિત આહાર વિ. ભોગસુખને ભોગવે છે. તેવી રીતે કેટલાક જીવો કર્મના ક્ષયથી અથવા જાતિસ્મરણ વિ. થી બાલ્યકાળમાં પણ પ્રાપ્ત થયેલા દૃઢ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત ચારિત્રને અપ્રમત્ત પણે પાળતા, માતા-પિતા
સ્ત્રી વિ. ને પાશ (બંધન)ની જેમ માનતા, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ વિ. ને ધરતાં, નિર્દોષ જ આહાર, વસ્ત્ર, શૈયા, વિ. ને ગ્રહણ કરતાં, અનુત્તર દેવથી પણ અધિક સંયમમાં સમતા સુખને અનુભવતા અનુક્રમે મોક્ષસુખને પામે છે. અને પોતાના અશ્રિતોને ભવરૂપ સમુદ્રથી પાર ઉતારે છે. રાજુલના બંધન ફગાવનારા શ્રી નેમિ જિનેશ્વર, કુસુમપુર શ્રેષ્ઠિની પુત્રી વિ. ના મોહપાશમાં નહિ બંધાયેલા વજસ્વામી, માતા-પિતાના મોતના ત્યાગી અતિમુક્ત અઈમુત્તામુનિ) વિ. ની જેમ અહિંયા પણ આદિ શબ્દથી “તેવી રીતે” ક્રૌંચ પક્ષી સમાન એક મિત્ર ઈત્યાદિ ઉક્ત (કહેલું) તેના સદશ ક્રૌચાદિ પક્ષી વિશેષ દૃષ્ટાંત દષ્ટાંન્તિક ભાવના ને વિષે જાણવું II૬
(૭) રોહિયઝસાઈત્તિ :- રોહિત જાતિમાં વિશેષ પ્રકારના ઉત્પન્ન થયેલા મહામસ્યો, તીક્ષ્ણ દાંતવાળા, મહા બલવાળી કાયાવાળા, સમુદ્રના | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 54) મ.અ.અંશ-૧,તરંગ
*, *, *,*, *,
:::
::::::::::::રી