________________
કેળના જીવને જેમ વિંધ્યુ હતુ તેમ દુઃખ આપે છે. પોતાના મૂળ - ક્ષાર, કટુરસ વિ. થી પૃથ્વી આદિને હણે છે.
-
કીડાને મારનારા, સાપને – મારનારા, હાથીને ઘોડાને મારનારા, કિમ્પાક વિ. જેવા અનેક પ્રકારના અનેક વૃક્ષો અને મદન કોદ્રવ વિ. મનુષ્ય, પશુ વિ. ને હણે છે.
કેટલાક તો વિચિત્ર વૃક્ષ, ઘાસ, લત્તા, ઔષધીના પ્રકારોથી અને પાન ડાળી વિ. અવયવોથી પ્રસિધ્ધ છે. મનુષ્ય, પશુ વિ. ને પણ તાવ અતિસાર વિ. થી હણે છે. અંધ કરે છે. બધીર કરે છે. બીભીતક (બહેડા) વિ. કલેશલગ્નાદિવડે કરીને એક બીજાનો વિચ્છેદ કરાવે છે..... અસ્થિર કરે છે. મોહનવલ્લી વિ. મોહના ઉત્પાત વિ. થી ખેદ કરાવે છે. કેટલાક મનુષ્યોને પશુ અને પશુને મનુષ્ય બનાવે છે. એ પ્રમાણે અનેક પ્રકારે ફેરફાર કરે છે. કેટલાક ઔષધિના પ્રકારો એવા છે. કે જ્યાં દેવોનો પણ વાસ કરાવે છે. વાંસ, બાણ વિ. ધનુષ્ય અને બાણના રૂપ વડે સર્વ જીવોને હણે છે. ભગવતિના પાંચમા શતકમાં છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે કે હે ભગવંત ! પુરુષે ધનુષ્યનો વિચાર ક૨વાથી લઈ બાણને છોડે તે બાદ તે બાણ જ્યાં જાય ત્યાં પ્રાણો, ભૂતો, જીવો અને સત્વને હણવાથી લઈને જીવીતનો નાશ કરે છે. (મારી નાંખે છે) હે ભગવંત ! તે વખતે કઈ ક્રિયા લાગે ?
હે ગૌતમ ! એ પ્રમાણે જે પુરૂષ ધનુષ્યનો વિચાર કરે છે. ત્યાંથી લઈને બાણ છોડવા વડે તે પુરૂષને કાયિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ થાય છે. અને પાંચ ક્રિયાઓ વડે સ્પર્શાય છે. જે જીવોના શરીરમાંથી ધનુષ્ય બન્યું તે જીવો કાયિકી ક્રીયાથી લઈ પાંચ ક્રીયાઓ વડે સ્પર્શાય છે. એ પ્રમાણે ધનુપૃષ્ઠ પાંચ ક્રિયાઓ વડે અને દોરી જેમાંથી બની તે જીવોના શરીર પાંચ ક્રિયાથી સ્પર્શાય છે. પાંચ ક્રિયા વડે ધનુષ્ય, પાંચ ક્રિયાવડે બાણ, પાંચ ક્રિયાવડે પત્તા, પાંચ ક્રિયાઓ વડે ફલુ (બાણની અણી) ઈત્યાદિ.
હિંસા :- ઈત્યાદિ ધનુષ્યાદિ જીવોને અતિ ઉત્સર્ગથી (પૂર્વના શરીરનો ત્યાગ ન કરવાથી), અવિરતિના પરિણામ હોવાથી અચેતન શરીરાદિ વડે
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 25 મ.અ.અંશ-૧,તરંગ-૫