________________
(શાર્દૂલ વિક્રિડીતમ )
વાદિ શ્રી મુનિ સુંદર વ્રતિ ગણે, આચાર્ય રૂપે રહ્યા, તેઓશ્રી રચિતોપદેશ રૂપ આ, રત્નાકર ગ્રંથનો આચાર્યેશ કવીશ કલ્પયશ થી, ભાવાર્થ એ છે થયો, ભાષાગુર્જરમાં ઘણો સરળ તે, ભવો ઉરે ધારજો,
આ રીતે ચેન્નાઈ (મદ્રાસ) શાહુકાર પેટમાં વિ. સં. ૨૦૫રના આરાધના ભુવનના ચાતુર્માસ દરમ્યાન આત્મ - કમલ - લબ્ધિ વિક્રમ પટ્ટાલંકાર, અનેક બૃહત્ તીર્થ સ્થાપક દક્ષિણ કેશરી પૂ. આ. ભ. શ્રી. વિ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. ના મંગલ આશીર્વાદથી કવિરત્ન વિનયી તપસ્વી શિષ્યરત્ન પૂ. મુનિશ્રી કલ્પયશ વિ. મ.સા. (હાલ આચાર્ય) ને સિધ્ધસારસ્વત, સહ સ્ત્રાવધાનિ, પ્રકાંડ વિદ્વાન મુનિસુંદરસૂરિ વિરચિત આ ઉપદેશરત્નાકર ગ્રંથનો અને અપર તટનો ગુર્જરભાવાનુવાદનો પ્રારંભ કર્યો અને વિ. સં. ૨૦૫૬ બેંગ્લોર ચિપેટ આદીશ્વર પ્રભુની શીતલ છાયામાં પૂર્ણ થયો.
કચ્છ ગુજરાતના ભયંકર ધરતી કંપના કારણે મુદ્રણ કાર્ય વિલંબમાં પડતાં પ્રકાશન કરવામાં વિલંબ થયો છે.
|| શુભ ભવતુ છે.
CA