________________
ભાવાર્થ - અરિહંત ભગવાનની પૂજા-ભક્તિ જગતમાં પૂજનીય બનાવે છે. સ્તુતિ કરવાથી જગતની સ્તુતિ પ્રાપ્ત થાય છે. તેમનું મંદિર બનાવવાથી કલ્યાણકર સ્થાન પ્રાપ્ત થાય છે. પ્રતિમા સુખને અર્પે છે અને પ્રતિષ્ઠા સજ્જનોને સુખ સાથે જગતમાં પ્રતિષ્ઠા આપે છે. પટl श्रेयांसि देयात् स जिनोऽर्चितो वो
__ नव्यो यतोऽभूदिह धर्ममेघः । शस्यं श्रियो योऽभिमताः सुवर्ष
कोटीरसंख्या अपि संतनोति ।।५९।। ભાવાર્થ - જેની પૂજા થઈ છે. એવા જિનદેવ તમારું કલ્યાણ કરનારા થાઓ. જેનાથકી આલોકને વિષે નવિન ધર્મરૂપી મેઘનો પ્રાદુર્ભાવ થયો છે. જે (ધર્મરૂપીમેઘ) અસંખ્ય કોટિવર્ષ લગી ઈચ્છિત એવી શસ્ય પ્રસંશનીય (પક્ષે ધાન્ય) મોક્ષ રૂપ લક્ષ્મીને આપે છે. પલા जिनभवनं जिनपूजा विविधा धर्मागमाज्ञया धर्मः । सौभाग्यारोग्यधनाद्यैश्चर्यशिवानि संतनुते ॥६०।। ભાવાર્થ - જિનચૈત્ય, વિવિધ પ્રકારે જિનની પૂજા, ધર્મશાસ્ત્રની આજ્ઞા મુજબનો ધર્મને સૌભાગ્ય, આરોગ્ય, ઐશ્વર્ય (વૈભવ) અને મોક્ષને વસ્તરિત કરે છે. ૧૬olી. भक्तिर्जिनेन्द्रे जिनभाषिते च जिनेन्द्रसंघे जिनशासने वा । कैवल्यलक्ष्मी तनुते जनानामिहापि सर्वे हितसम्पदश्च ||६१।। ભાવાર્થ - જિનેશ્વરપ્રભુની જિનવાણીની આજ્ઞાની), ચતુર્વિધ સંઘની અને જિનશાસનની ભક્તિ લોકોને કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને અને આલોકને વિષે પણ સર્વપ્રકારની સંપત્તિને આપે છે. ૫૬૧ भवन्ति नम्रास्तरवोऽपि यस्य, ___फलानि सर्वर्तुषु चाप्नुवन्ति । वैराद्यभावात् पशवोऽपि शर्म
जिनं तमादृत्य सदाऽर्चयध्वम् ।।६२।।
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૮
૬. 1281