________________
અહીં (આલોક)ના વિષે પણ નિરંતર ભવ્યાત્માને અર્પે છે. તે પૂજાભક્તિને તમે બહુમાન પૂર્વક કરો. ૪પા पुष्पाक्षताभिषफलोदकगन्धदीप
धूपैः सृजन् जिनपतेर्भविकोऽष्टधाऽर्चाम् । विश्वोत्तमाश्चिरमवाप्य भवेऽष्टसिद्धीः,
स्यादष्टकर्ममुगनन्तचतुष्टयात्मा ||४६।। ભાવાર્થ - ભવ્યજીવ પુષ્પ, અક્ષત, નૈવેદ્ય, ફળ, જળ, સુવાસ (ગંધ), દીપ, અને ધૂપ આઠ પ્રકારની જિનપતિની પૂજા કરતો વિશ્વમાં શ્રેષ્ઠ એવી આઠ જાતની સિધ્ધિઓ દીર્ધકાલિની પ્રાપ્ત કરીને આઠ કર્મોથી મુક્ત થઈને અનંત ચતુષ્ટમય (અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્ર, અને અનંતવીર્ય) રૂપ આત્મા બને છે. I૪૬ો. ध्यानेन चित्तं वचनं स्तवेनार्हतः करौ द्रव्यमथार्चनेन । भालं कृतार्थीकुरुते च नत्या, यः स्यात् कृतार्थोऽत्र परत्र चायम् ।।४७|| ભાવાર્થ - જિનેશ્વર ભગવંતના ધ્યાનથી ચિત્તને, સ્તવનથી વચનને, પૂજાથી હાથને અને ધનને, નમનથી ભાલને જે સારભૂત (કૃતાર્થ) કરે છે. તે અહીંયા (આલોકમાં) અને પરલોકમાં ધન્ય બને છે. ૪૭. ** . वप्रातपत्रामरगीतनृत्तवाद्यादिपूजां जनबोधहेतोः । भुंक्ते यदर्हन्नपि तत्कृती तां, श्रेयःप्रदां स्वान्यहिताय कुर्यात् ।।४८|| ભાવાર્થ - લોકોને બોધના હેતુ ભૂત અરિહંત પ્રભુ પણ જે ગઢ, છત્ર, દેવગીત, નાચ, વાજિંત્રાદિ પૂજાને પામે છે – ભોગવે છે. તેથી પુણ્યશાળી આત્મા કલ્યાણને કરનારી એવી તે પૂજાને સ્વઅને પરના હિતને માટે કરે. I૪૮. स्कन्दे भागवते वा विष्णुपुराणे तथैव वेदेषु । मीमांसादिष्वपि यो वर्ण्यः स जिनोऽर्च्यतां मुक्त्यै ।।४९।। ભાવાર્થ – સ્કંદપુરાણમાં, ભાગવતમાં, વિષ્ણુપુરાણમાં તે રીતે વેદોમાં અને મીમાંસા વિ.માં પણ જેનું વર્ણન કર્યું છે. તે જિનની મુક્તિને માટે તમે પૂજા કરો. I૪૯ી.
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) હું
277
અપરતટ અંશ - ૮
[:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::