________________
लोभः सुकृते व्यसनं शास्त्रे दोषेक्षणं कुतत्त्वेषु । निर्दाक्षिण्यं कुपथोऽत्यागे भवरिपुजयश्रिये कृतिनाम् ||१६|| તિ:
ભાવાર્થ :- પુણ્ય-સારા કામોમાં અસંતોષી પણું, શાસ્ત્રનું વ્યસન, ખરાબ દુષ્ટ તત્વમાં દોષોનું દર્શન, અને કુમાર્ગનો ત્યાગ કરવામાં શેહ શરમ વિનાના, પુણ્યશાલીઓને ભવશત્રુપર જયલક્ષ્મી મેળવવા માટેનું કારણ છે. ।૧૬।।
॥ इति तपाश्रीमुनिसुन्दरविरचिते श्री उपदेशरत्नाकरेऽपरतटे सर्वदर्शनसाधारणधर्मकृत्योपदेशः षष्ठः ।।
એ પ્રમાણે તપાગચ્છાધિરાજ શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા ઉપદેશરત્નાકરના અપર તટમાં
‘સર્વદર્શનને સામાન્ય ધર્મના ઉપદેશ નામનો’
॥ છઠ્ઠો અંશ પૂર્ણ
અશાશ્વતું શું ?
बलरुवरिद्धिजोव्वणपहुत्तणं सुभगया अरोयत्तं । इहिं य संजोगो असासयं जीवियव्वं च ॥ (મ. મા. શા. ૨૪)
હે ભવ્ય પ્રાણી ! તું બળ, રૂપ, ઋદ્ધિ, યૌવન, પ્રભુપણું, સૌભાગ્યપણું, આરોગ્યપણું, ઈષ્ટ જનોનો સંયોગ અને જીવિત - આ બધું શાશ્વતું છે એમ માનીશ નહિ, કારણ કે એ બધું આશાશ્વતું જ છે. અર્થાત્ એ બધું અસ્થિર છે માટે શાશ્વતપણામાં ઉદ્યમ કર.
...
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (253 અપરતટ અંશ - ૬