________________
दुर्गानटातिविकटांस्तर वारिराशीन्
पापे रतस्य न तथापि समीहिताप्तिः ||६||
ભાવાર્થ :હે ભદ્રક ! દેવનાનાથ ઈન્દ્રને તું રાજી કર, પટખંડના અધિપતિ ચક્રવર્તીની સેવા કર, મંત્રોની સિધ્ધિકર, મલિન દુષ્ટ દેવોને પોતાના કબજામાં (તાબે) કર, કઠણ પર્વતોની માળાઓનો ખૂંદીવર, અત્યંત ભયંકર મોજાઓથી ઉછળતા એવા તોફાની સમુદ્રોને પાર કર તો પણ પાપ કરવામાં મગ્ન... (મસ્ત, રત) એવા તને ઈચ્છિતની પૂર્તિ થશે નહિ અર્થાત્ તારી ઈચ્છાઓ પૂર્ણ થશે નહિ... ॥૬॥
पापं सुखेऽपि विदधात्यधमः सुभावानिर्वाहहेतुमथ चापदि मध्यमोंऽगी । प्राणानपि त्यजति साधुजनो विपत्सु,
नाकृत्यमाचरति चायतिशर्मकामः ||७|
ભાવાર્થ :- હે સાધો ! અધમ પુરુષો સુખમાં પણ પાપને આચરે છે. આપદા યાને વિપત્તિ આવતાં આજીવિકા (જીવન નિર્વાહ) માટે મધ્યમ પુરુષો પાપને આચરે છે અને ભાવિકાળમાં સુખને ચાહનારા સાધુ (સજ્જન-ઉત્તમ) પુરુષો વિપત્તિઓ આવ્યે છતે પ્રાણોની પણ પરવા કરતા નથી અને ન કરવા યોગ્ય કૃત્યને પણ આચરતા નથી... IISII
नीचैः कुले जनिरपारदरिद्रभावे १,
दौर्भाग्य २ मामयततिः ३ कुकुटुम्बयोगः ४ | वाग्निष्ठुरा ५ वध ६ पराभव ७ दुर्यशांसि ८, प्रेष्टैर्वियुक्ति ९ रिति पापतरोः फलानि ||८||
ભાવાર્થ :- (૧) અતિશય નિર્ધન એવા નીચ કુલમાં જન્મ (૨) દુર્ભાગ્યતા (૩) રોગોની શ્રેણી (૪) ખરાબ કુટુમ્બનો મેળાપ (૫) કર્કશ - કઠોરવાણી (૬) વધ (ઘાત) (૭) પરાભવ (૮) અપયશ (૯) પ્રકર્ષે કરીને ઈષ્ટ (મનપસંદ) નો વિરહ (વિયોગ) આ બધું કરેલા પાપ રૂપી વૃક્ષના ફળો છે ટા द्रारिद्रविप्लुतमनास्तदपोहकांक्षी,
पापं करोष्यनुदिनं द्रविणार्जनाय ।
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 226
અપરતટ અંશ
-
3