SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ चपलं धनमायुरल्पकं, स्वजनाः स्वार्थपरा वपुः क्षयि । ललनाः कुटिलाः कुतः पराभवभीविघ्नभृते भवे सुखम् ? ||१७|| ભાવાર્થ :- ધન ચપલ છે, પૂણ્યરૂપી સાંકળથી બંધાયેલું છે. તે પૂર્ણ થતાં ક્યારે દરિદ્રાવસ્થા આવશે તેની જાણ નથી, આયુષ્ય અસ્થિર છે ક્યારે પૂર્ણ થશે તે તું જાણતો નથી વળી સાવ થોડુંક જ છે, સ્વજનો પોતાનો સ્વાર્થ સાધવામાંજ રત છે, સ્વાર્થ સરતા સબંધ તોડતા વાર લગાડતા નથી, શરીર નાશવંત છે રોગોનું ઘર છે ગમે તેટલું ગમે તે ખવડાવવા છતાં તે ટકતું નથી. અંગના-સ્ત્રીઓ કુટીલ છે મુખમાં જુદુ હૈયામાં જુદુ દિવસે કાગથી ડરે રાત્રે નર્મદા ઉતરી જાય માછલીની જેમ ક્યાંથી પેસે ક્યાં નીકળે તે સમજમાં ન આવે તેવી હોય છે. વળી માયાવી, લોભી, ઈર્ષ્યાળુ, કલહપ્રિય, અશુચિથી ભરેલી છે. એવો આ સંસાર ડગલે પગલે પરાભવ ભય અનેક વિદનોથી ભરેલો છે તો તેવા આ સંસારમાં સુખ કેમ કરી હોય ? ।।૧૭।। नलिनीदलगाम्बुबिन्दुवच्चपलैस्तुच्छतरैः सुखैर्नृणाम् । વિંચત્તિ સ્વમજ્ઞ ! ફી, સુચિત્રાનન્તપુર વિશÉતઃ ।।૧૮।। ભાવાર્થ :- કમળના પાન પર રહેલા ઝાકળના બિંદુ જેવા અત્યંત તુચ્છ અને અનિશ્ચિત માનવભવ સબંધીના સુખોમાં લોભાઈ અત્યંત દીર્ધકાલીન અંત વગરના એવા સુરલોકના અને મુક્તિ સુખોથી તું જાતેજ છેતરાય છે અર્થાત્ તું તે સુખોથી વંચિત રહે છે. II૧૮ अवोचाम च - उरभ्रकाकिण्युदबिन्दुकाऽऽम्रवणिक्त्रयीशाकटभिक्षुकाद्यैः । निदर्शनैर्हारितमर्त्यजन्मा, दुःखी प्रमादैर्बहु शोचिताऽसि ||१९|| (અધ્યાત્મપદ્રમે હ્તો. ૧રૂ૭, પૃ. ૮૦) ભાવાર્થ :- (૧) ઘેટું (૨) કાકિણી (૩) જલબિંદુ (૪) આંબો (૫) ત્રણ વેપારી (૬) ગાડુ ચલાવનારો અને (૭) ભિક્ષુક આદિના દૃષ્ટાંતની જેમ પ્રમાદ વડે મનુષ્ય જન્મને ખોઈ બેઠેલો એવો તું દુ:ખી થયેલો બહુ પશ્ચાતાપ કરનારો થઈશ ।।૧૯।। ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (219 અપરતટ અંશ ૨
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy