________________
પ્રકારના જઘન્યથી દ્રમાદિ મૂલ્યથી વધારે કિંમતી સર્વ ઈચ્છિત આપનાર ચિંતામણી આદિ રૂપ રત્નવડે ભરેલા રત્નાકર ગિરિમાં તે બેને મૂક્યા. ત્યાં પણ એક પ્રમાદિએ પ્રયાસ કરવામાં આળસુ ક્રિડાદિમાં આંસક્ત તપ જપ વિ. રત્નને લેવા માટેની વિધિ ને નહિ કરતાં થોડા જ રત્નો પામ્યો અથવા પ્રમાદને કારણે કંઈપણ ગ્રહણ કર્યું નહિ અથવા કંઈક થોડા સારરૂપ મળેલા રત્નોને પણ પ્રમાદથી હારી ગયો બીજો અપ્રમત્ત હોવાના કારણે ક્રિડાદિમાં આસક્ત ન થતાં યથાવિધિ તપ જપ વિ. ને કરતો વિધિ પૂર્વક ગ્રહણ કરતાં બહુ સારભૂત ચિતામણી સમાન રત્નોને મેળવ્યા પૂર્વની જેમ તેવી જ રીતે નગરમાં આવ્યું છતે અસાર રત્નો પ્રાપ્ત કરેલા એકે અલ્પ દ્રવ્ય મેળવ્યા અને અલ્પ સુખ ને ભોગવનારો થયો વળી દ્રવ્યને મેળવવા માટે કલેશને પણ સહન કરે છે. અથવા પ્રમાદથી રત્ન ગ્રહણ કર્યા નથી તેવો તે અથવા પ્રમાદથી રત્નને હારી ગયેલો માત્ર દુઃખી થયો પોતાના પ્રમાદનો લાંબાકાળ સુધી પ્રશ્ચાતાપ કરતો રહ્યો.
બીજો (અપ્રમત્તતો) ચિંતામણી રત્નના પ્રભાવથી સર્વ જાતિના ઉત્તમ ભોગ સુખ વડે વિલાસ કરવા લાગ્યો સર્વોત્તમ એટલે દાન, જિન, પ્રાસાદ આદિ સાતે ક્ષેત્રમાં ધનનો વ્યય કરવા થકી પૂણ્ય પ્રાપ્ત કર્યું અને મહાયંશ ને પામ્યો બધાઓની આશા પૂર્ણ કરતો હોવાથી સર્વ લોકોને પૂજ્ય બન્યો..... બધા લોકો સેવવા લાગ્યા વળી દ્રવ્ય મેળવવાની (કલેશને) મહેનત ન કરવાની નિશ્ચિતતા હોવાથી નિત્ય સુખ અને આનંદ ને ભોગવનારો બન્યો આ પ્રમાણે પ્રમત્ત અને અપ્રમત્તમાં પરસ્પર રત્નાકરને વિષે બહુતમની વિશેષતા થઈ.
હવે ચારે યુગલને પ્રમત્ત અપ્રમત્ત એમ બેનું જ ગ્રહણ હોવા છતાં તારતમ્ય કરતાં વિશેષથી પ્રમાદીઓ અને અપ્રમાદીઓ બહુ પ્રકારે જાણવા અને લાભો પણ બહુ પ્રકારના જાણવા આ પ્રમાણે દૃષ્ટાંત વિચારણા કરી. ' હવે દાષ્ટાન્તિક ની વિચારણા કહે છે :- દૃષ્ટાન્નો સરખાવે છે. સર્વાકર પત્તન સમાન નરભવ ચાર યક્ષ સરિખા (૧) નારક (૨) સુર (૩) તિર્યંચ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ( 7
મ.અ.અંશ-૧,તરંગ-૨
::::::::::::::::::
::
:::::::::::::::::::::::::
:
:
::::::::::::::::::]