________________
ઔષધને સંધ્યા સમયે કાચના કુંભ (ઘડા)માં નાખીને રાજાના પલંગ નીચે મૂક્યું. સવારે દેવપૂજા કર્યા પછી તે ઔષધને લેવાની ઈચ્છાવાળા રાજાએ તે
ઔષધની પૂજા અને વધામણી કરીને સર્વસામગ્રી તૈયાર કર્યો છતે લઘુ વાલ્મટે કોઈપણ કારણથી તે કાચના કુંભને ભૂમિપર પછાડીને (ફંકીને) ભાંગી નાખ્યો. આહ ! આ શું એ પ્રમાણે રાજાએ બોલતાં તેણે પ્રત્યુત્તર આપ્યો. રસાયણની સુગંધથી જ વ્યાધિના જતા રહેવાથી, (વ્યાધિ ન હોવાથી) ફોગટ ધાતુના ક્ષયના કારણ રૂપ તેને રાખવાથી સર્યું હે રાજન્ ! આજ રાત્રિપૂર્ણ થતાં પૂર્વે કહેલી તે કૃષ્ણ છાયા સ્વામિના (તમારા) શરીરને છોડીને દૂર જતી રહી છે. એ તમે જોયું છે. તે માટે તમેજ સાક્ષી છો પછી તેણે કહેલી વાતની ખાતરી (સત્યતા) થી સંતોષ પામવાથી દરિદ્રતાને હરનારું એવું ઈનામ (સારી ભેટ) તેને આપ્યું. પ્રસાદી રૂપે આપ્યું. આ પ્રમાણે આ ઔષધનો બીજો પ્રકાર થયો -૨
વળી કેટલાક ઔષધ અનાટોપ એટલે કે અલ્પમૂલ્યવાળા અને બહુ ગુણવાળા હોય છે. જેમકે મંદ અગ્નિવાળાને ગોળ અને સુંઠનું ઔષધ પથ્ય બને છે. તૂર્તજ તેનાથી અગ્નિ (જઠરાગ્નિ) જલ્દી પ્રદિપ્ત થાય છે. અને શરીરને પુષ્ટિ કરનારું હોવાથી તે ઔષધ અલ્પમૂલ્યવાળું અને બહુગુણવાળું છે. ૩જો પ્રકાર થયો.
વળી બીજા કેટલાક ઔષધ અનાટોપ એટલે કે પૂર્વે કહેલા હેતુવાળા અને અલ્પગુણવાળા હોય છે. જેમકે નવા તાવમાં ગડૂચી કવાથ વિ. તે સ્વલ્પ મૂલ્યવાળું સુલભ હોવાના કારણે અનાટોપ કહેવાય છે. નવા તાવના કારણે
ઔષધને યોગ્ય ન હોવાથી. કંઈક દાહ, તૃષા વિ. ના ઉપશમરૂપ સ્વલ્પજ ગુણને કરે છે. એ પ્રમાણે ચોથા ઔષધના દૃષ્ટાંતની વિચારણા કરી - ૪.
હવે જે ઘટાવવાનું છે. તે કહે છે. સાવદ્ય અને નિરવદ્યાદિ ભેદો વડે કરીને ધર્મ પણ તેવી જ રીતે પૂર્વે જે રીતે કહ્યું છે. તેમ સાટોપ, અનાટોપ, અલ્પગુણ, બહુગુણ રૂપથી ચાર પ્રકારે છે. તેમાં અવદ્ય સાથે છ કાયાની હિંસાદિરૂપથી જે છે તે સાવદ્ય, દ્રવ્યસ્તવ રૂપ, શ્રી જિનપ્રાસાદ કરાવવો, જીર્ણોધ્ધાર કરાવવો, તીર્થયાત્રા, દેવપૂજા, ગુરુભક્તિ, પદ, પ્રતિષ્ઠા સાધર્મિક | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 187)પ્ર.ઉ.ના અં.૪,ત..]
* *
રક અસરકારક બનાવવા
મા
*******
:
::::::::::
::