________________
"સુગર વસ૬ gો ત્તિશ્રુત - શ્રુતજ્ઞાન, વળી ચરણ મૂલગુણ ઉત્તરગુણની સારી આચરણારૂપ, સમ્યક્ ક્રિયારૂપ તેજ જ્ઞાન -ક્રિયા બે વૃષભ તે વડે યુક્ત થયેલ રથ. કહ્યું છે કે :- ક્રિયા વિનાનું જ્ઞાન નકામું છે. જ્ઞાન વિનાની ક્રિયા પણ નકામી છે. દેખતો એવો પાંગળો (લૂલો) બળી ગયો..... દોડતો એવો અંધ પણ બળ્યો. બંન્નેનો સંયોગ થાય તો ફલ પ્રાપ્ત થાય છે.
''મારૂત્તિ'' વળી તેને જ વિશેષ પ્રકારે કહે છે...... "માવસ્યાત્તિ’ આવશ્યક = સામાયિકાદિ છ પ્રકારે, દાન = સાત ક્ષેત્રને વિષે ધનવાવવું વિ. આદિ શબ્દથી, તપ વિ. ગ્રહણ કરવું. તેજ પથ્ય (ભાથું) છે. ભૂખ, તરસની વેદના રૂપ પીડાના ઉપશમન માટે અતિચાર વગરનું આવશ્યક અને સર્વાગ ભોગાદિ ફળની પ્રાપ્તિ કરાવનાર દાન છે.
"તવા ૩ નિશા ‘ ઈત્યાદિ વચનથી નિકાચિતાદિ રૂપ પૂર્વ જન્મમાં બાંધેલા ક્રોડો દુષ્ટ કર્મ રૂપ ચોરાદિના ઉપદ્રવ નિવારનાર હોવાથી તપ વિ. ને પથ્ય વિ. ની ઉપમા આપવા રૂપક રૂપે કહ્યું છે.
વળી તેને સ્પષ્ટ કરતાં કહે છે. કે.... નિશ્ચય અને વ્યવહાર નામના બે નયરૂપ જે સિધ્ધાંતમાં પ્રસિધ્ધ છે. તે બે ચક્ર જેમાં છે. તે (સમ્યક્દર્શન રૂ૫ રથ) તેમાં અંતર (અત્યંતર) તત્વ નિરુપણ કરનાર તે નિશ્ચય નય વળી બાહ્ય તત્ત્વ નિરુપણ કરનાર તે વ્યવહાર નય તે મતોનું દિશામાત્ર સૂચન કરીએ છીએ.
તે આ પ્રમાણે નિશ્ચયનયનો મત આ પ્રમાણે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેયનો સાથે મેળાપ થાય ત્યારે જ મોક્ષમાર્ગ થાય છે. વળી તે પરસ્પર રહિત હોય તો મોક્ષમાર્ગ થતો નથી. સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રમાંથી એક ન હોય તો બાકી રહેલા બે પણ નકામા થાય છે. વ્યવહાર નયના મતે.... ચારિત્ર ન હોવા છતાં પણ સમ્યક્દર્શન, જ્ઞાન પણ હોય. આગમમાં કહ્યું છે કે નિશ્ચયનય ચારિત્રનો ઘાત થતાં જ્ઞાન અને દર્શનનો પણ ઘાત થાય છે. વ્યવહારમાં ચારિત્ર ન હોવે છતે બીજા બે (જ્ઞાન દર્શન) ની ભજનો (હોય ખરું ન પણ હોય) જાણવી.
પ
. . . . .
. . . , , , , , , ,
, , ,
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (18) પ્ર.ઉ.ના અં.૪ત.
::::::::******************
**
**
bుందంటే