________________
છે. સમ્યત્વ – સમ્યદેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્ત્વ ઉપર શ્રધ્ધા તે સમ્યકત્વ, વતો:- અહિંસાદિ નિયમ વિશેષ કરવો તે વ્રત. આવશ્યકઃ-સામાયિકાદિ છે આવશ્યક, દાન :- સાત ક્ષેત્રમાં ધનવાવવા આદિ રૂપ તે દાન. ઉચિત :દેવ ગુર્નાદિને - વિષે યથા ઉચિત સત્કાર કરવા આદિ રૂપ તે ઉચિત. પ્રતિવાસાદિ - એટલે પ્રાયઃ કરીને કવાથ ઔષધના આધાર રૂપ દ્રવ્ય કારણ કહ્યું છે કે જેના વિના શ્રેષ્ઠ ચારિત્ર, દાન, શીલ, તપ, શ્રત (જ્ઞાન) બધું જ કાસકુસુમ (આકાશપુષ્પ) ની જેમ વિફલ છે. તેથી તત્ત્વરૂપ તે સમ્યત્વ ને ભજો વળી ફરીથી કહે છે. “ઔષધ વિના રોગ પથ્થથીજ દૂર થાય છે.” ઈત્યાદિ તે પથ્યનો મહિમા બતાવવા માટે કહ્યું છે.... સ્વલ્પ (નાના) રોગના વિષયમાં આ પ્રમાણે કહ્યું છે. તેમાં કાંઈ ખોટું નથી.
વળી જેમ ઔષધ પણ પ્રતિવાસ પથ્યાદિવગર રોગને દૂર કરવામાં સમર્થબનતું નથી. તેમ સમ્યકત્વ પણ વ્રત આવશ્યકાદિ વિના કર્મરૂપ રોગને દૂર કરવા માટે સમર્થ થતું જ નથી.
આગમમાં કહ્યું છે કે :- કૃષ્ણ અને શ્રેણિક, પેઢાલ પુત્ર અને સત્યકી અનુત્તર સમ્યકત્વરૂપ સંપદાને ધારતા હોવા છતાં પણ ચારિત્ર વિના નરક ગતિને પામ્યા. વળી અવિરાધિત જ્ઞાન દર્શનને ધરનારા છતાંપણ ચારિત્ર રહિત જ્ઞાનવડે દુર્ગતિને પામ્યા માટે પ્રમાદ કરશો નહિ.
તરવાનું જાણતો હોવાછતાં જો કાયાના યોગનો ઉપયોગ કરતો નથી. એટલે કે કાયાને હાથે હલાવવા આદિમાં જોડતો નથી. તે પાણીમાં ડૂબે છે. એ પ્રમાણે ચારિત્રથી રહિત જ્ઞાની સંસારમાં ડૂબે છે. એ પ્રમાણે ઔષધ અને સમ્યકત્વની લેશમાત્ર ઉપમા ઉપમેયપણાના હેતુની વિચારણા કરી. તેવી રીતે પ્રતિવાસ વ્રતાદિની પણ ઉપમા ઉપમેયપણાના કારણ વિ. ની વિચારણા પંડિતજનો એ જાતેજ કરવી.
શ્લોકાર્થ :- બાહ્ય ચિકિત્સાની ઉપમાવડે કરીને ભવરૂપ રોગ ઉપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે આ ઉપાય જાણીને સમ્યકત્વાદિમાં અત્યંત આદરવાળા થાવ.
તે પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (૫ મો તરંગ પૂર્ણ) II
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
પ્ર..ના અં.૪,ત.૫ |
views
gana
:-:-:-:-:- કમકમમમમમમમમ.
:::::::
::::::
::: ]