________________
લાડુઓ દર્શન માત્રથી પણ મંગલ છે. અને અશુધ્ધ, ચાર્યા વગરનો કચરાદિથી યુક્ત મુંગાદિના લોટવાળા એ તલના તથા સરસવતેલના યોગવાળા ગોળવાળા પણ લાડુઓ અશુધ્ધ જ છે. વળી તેમાં દ્રાક્ષાદિ મસાલાનો અસંભવ જ છે. કદાચ ઘી, ખાંડ વિ. નો યોગ હોય તો પણ તે તેવા પ્રકારના રસાદિ ગુણવાળા નથી. અને તેવા દલથી બનેલા લાડુનો આકાર ધારવાના કારણે જ લાડુ કહેવાય છે. પરંતુ તેવા પ્રકારે અતિથિ માત્રમાં અથવા વિવાહ સમય વિ. માં પણ તેવા લાડવાઓ કાર્યને સાધતા નથી તત્વથી તે લાડવા નથી. એ પ્રમાણે દૃષ્ટાંતની વિચારણા થઈ. હવે જેના પર દૃષ્ટાંત ઘટાવેલ છે તેની વિચારણા :- તેવી રીતે ધર્મનો આધાર સમ્યકત્વ જ છે. સમ્યકત્વ વિના ઘણા પ્રયત્નથી સેવેલો, ઘણા પણ દાનાદિ યુક્ત અનુષ્ઠાનરૂપ ધર્મ ધર્મ રૂપે થતો નથી. કારણ કે ધર્મની સિધ્ધિ થતી નથી. અને તેથી પૂર્વભવમાં લાખ બ્રાહ્મણને જમાડનાર બ્રાહ્મણ શ્રેણીક મહારાજાનો સેચનક હાથી થયો. હર હંમેશ લાખસુવર્ણનું દાન કરનાર શ્રેષ્ઠિ રાજાનો પટ્ટ હસ્તિ થયો. હંમેશા માસખમણાદિ ઉગ્રતપને કરવાવાળો ઐરિકતાપસ, કાર્તિક શેઠનો જીવ જે સૌધર્મેન્દ્ર થયેલ છે તેના ઐરાવણ હાથીરૂપે તે ગરિક તાપસ થયો ઈત્યાદિ.
કહ્યું છે કે... જેમ પક્ષીને ઝાડનો, નદીને સમુદ્રનો, સુવર્ણાદિ ને ભંડારનો, તારાઓને આકાશનો આધાર છે. તેમ ગુણોનો આધાર સમ્યકત્વ છે. જેમ અંધની સામે નાચ અને મૃત્યુ પામેલ શબને જેમ માલિશ નકામું છે. તેવી રીતે સમ્યકત્વ વિનાના બધા અનુષ્ઠાન (ક્રિયા) નકામા છે. |રા અને જેમ જેમ સમ્યકત્વની અધિક અધિક શુધ્ધિ તેમ તેમ ભાવાદિ સાથે કરેલો બધોય ધર્મ દેવાદિઓને પણ પ્રશંસાનું સ્થાન બને છે. જેમ શ્રી શ્રેણિકરાજાનો, સુલસા શ્રાવિકાદિનો ધર્મ પ્રશંસાને પામ્યો. શુધ્ધ સમ્યકત્વમાં ભાવો વિ. પણ શુધ્ધ ઉત્પન્ન થાય છે. સૌભાગ્ય નામકર્મ સારી રીતે બાંધે છે. અને ધર્મનો મહિમા ઉત્કૃષ્ટપણે વધારે છે. તેથી શુધ્ધ સમ્યકત્વ સાથે કરેલા દાનાદિ અનુષ્ઠાનો પણ મહાફલવાળા બને છે. જેવી રીતે શ્રી શ્રેણિક રાજાને જિનપૂજા વિ. તીર્થકરપણા સુધીના શુભ ફલને આપનારા બન્યા.
તથા કહ્યું છે કે - દાન, શીલ, તપ, પૂજા, શ્રેષ્ઠતીર્થયાત્રા અને શ્રેષ્ઠદયા, સુશ્રાવકપણું અને વ્રતનું પાલન સમ્યકત્વ સાથેના મહાફલદાયી બને છે. આવા | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 174) પ્ર.જે.ના અં.૪,ત.|
అందంగాణలగాలంటే