________________
જેમકે મંત્ર, પ્રભા, રત્ન, રસાયણ (ઔષધ) આદિ દૃષ્ટાંતથી આ લોકને વિષે અલ્પ પણ શુધ્ધ દાન, પૂજા, આવશ્યક (બે ટાઈમ પ્રતિક્રમણ), પૌષધાદિ પુણ્ય મહાફલને આપનાર છે. આથી બીજો કોઈ ધર્મ ફાયદાકા૨ક નથી ઈતિ.
શ્લોકાર્થ :- આથી બે પ્રકા૨ના શત્રુપ૨ જયરૂપ લક્ષ્મીને મેળવવા માટે હે ભવ્યજનો ! સુવિશુદ્ધ ધર્મને દુર્લભ જાણીને તે સુવિશુધ્ધ ધર્મમાં અપ્રમત્ત ભાવને ધરો. ઈતિ.
// પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (બીજો તંરગ પૂર્ણ) |
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૩)
હે ભવ્યો ! જયરૂપ લક્ષ્મી, વાંછિત સુખ, અનિષ્ટ દૂર કરવા અને આલોક અને પરલોકના હિતને માટે ત્રણવર્ગ (ધર્મ અર્થ કામ) માં સારભૂત જિનધર્મમાં ઉદ્યમવાળા થાઓ I॥૧॥
તે વળી મોદકના દૃષ્ટાંતથી સમ્યક્ત્વાદિ ચાર ગુણથી વિભૂષિત (યુક્ત) અને આલોકને પરલોક એમ બન્ને રીતે સંપૂર્ણ સુખરૂપ ફલવાળો ધર્મ કહ્યો છે. ા૨ા
તે આ પ્રમાણે (૧) દલ (લોટ) (૨) ઘી (૩) ગોળ-ખાંડ (૪) દ્રાક્ષાદિ મસાલાથી યુક્ત.... જેમ મોદક સંપૂર્ણ ફલને આપનારો છે. તેમ (૧) સમ્યક્ત્વ (૨) પરિણામ (૩) વિધિ (૪) નિજોચિત આવા ગુણથી યુક્ત ધર્મ સંપૂર્ણ ફલને આપનારો છે.
વ્યાખ્યા ઃ- દલ એટલે લોટની શુધ્ધિરૂપ, સ્નેહ (ઘી), ગુલ્ય (ગોળ-ખાંડ રૂપ) વેગર એટલે દ્રાક્ષ, લવિંગ, ઈલાયચી, કપૂર, ચારોળી, બદામ, ખારેક, ટોપરાના ટુકડા વિ. આવા શુધ્ધ સુંદર, નિર્દોષ દ્રવ્ય જેમાં પડચા હોય તે લાડુ સંપૂર્ણ ફલને આપનારો છે. પંચેન્દ્રિયને આહ્લાદ દાયક, શરીરને પુષ્ટિદાયક, બળ કાન્તિ રુપની વૃધ્ધિ વિ. કરનાર થાય છે. તેથી સંપૂર્ણ ફલવાળો છે. તેવી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 172 પ્ર.ઉ.ના અં.૪,ત.૩