________________
(૯) ગૃહાકાર :- સ્વાભાવિક પરિણામ પામેલા કિલ્લાથી પરિવરેલા (ઘેરાયેલા) પગથિયાની શ્રેણિથી યુક્ત, વિવિધ શાળા, રતિગૃહ, ઝરૂખા, ગુપ્ત અને પ્રગટ અનેક ઓરડા છત અને તલાદિ થી અલંકૃત વિવિધ ભવનને અનુસરતા રહ્યા છે.
(૧૦) અનગ્ન - સ્વાભાવિક રીતે જ અતિતેજસ્વી, અતિસૂક્ષ્મ, સુકોમળ, દેવદૂષ્યસમાં ઘણા જુદાજુદા પ્રકારના વસ્ત્ર ધારણ કરનારા રહ્યા છે.
આ પ્રમાણે પ૬ અન્તર્કિંપના મનુષ્યોના સુખનું સ્વરૂપ કહ્યું આનાથી પાંચ હૈમવત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં મનુષ્યનું વધારે બલ, વીર્યાદિક, કલ્પદ્રુમના ફલોનો સ્વાદ, પૃથ્વીનું માધુર્યપણું એ પ્રમાણે બીજા બધાના ભાવો
અને પર્યાયોને લઈને અનંત ગુણ જાણવા એ પ્રમાણે હરિવર્ષ રમ્ય ક્ષેત્રને વિષે પૂર્વે કહેલથી પણ અનંતગુણ અધિક જાણવા. અને તેનાથી પણ અધિક દેવકુરુ અને ઉત્તરકુરને વિષે જાણવા ઈતિ.
હૈમવતાદિ ક્ષેત્રના મનુષ્યોના દેહ, આયુનું પ્રમાણ વિ. આ પ્રમાણે છે. એક (૧) ગાઉ ઊંચા, એક પલ્યોપમનું આયુષ્ય, વજaષભ સંઘયણ, હેમવંત, ઐરણ્યવંત અહમિન્દ્ર અને યુગલપણે રહેનારા મનુષ્યો છે. ચોસઠ પાંસળીવાળા એક આંતરે (ચઉથ ભત્તે) આહાર કરનારા, ૭૯ (ઓગણ્યાસી) દિવસ પુત્રપુત્રીનું પાલન કરનારા મનુષ્યો છે.
હરિવર્ષ અને રમ્યકને વિષે આયુષ્ય બે પલ્યોપમ પ્રમાણ, શરીરની ઊંચાઈ બે કોસ કહી છે. છઠ્ઠને પારણે છઠ્ઠ, ૬૪ (ચઉસઠ) દિન પુત્રપાલન, પાંસળીઓ (૧૨૮) એકસો અઠ્ઠાવીસ જાણવી. દેવકુર અને ઉત્તરકુરુમાં ત્રણપલ્યોપમનું આયુષ્ય, ત્રણ કોસ ઊંચા, ૨૫૬ (બસો છપ્પન) પાંસળીયો જાણવી. સુષમસુષમા આરામાં અનુભવ કરતાં ૪૯ દિવસ સંતતિ પાલણ, અઠ્ઠમને પારણે અઠ્ઠમ ત્રણ દિવસે આહાર, એ પ્રમાણે ભરત ઐરાવત ક્ષેત્રમાં પણ સુષમ સુષમા આરામાં દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રની જેમ, સુષમા કાલમાં રમ્યફ હરિવર્ષની જેમ, સુષમદુષમાને વિષે હૈમવત અને ઐરણ્યવતની જેમ મનુષ્યો સુખને ભોગવે છે. તે બધું જ ધર્મના કારણે જ છે. જેવી રીતે સુપાત્રમાં ઘીના દાનના પુણ્યથી ઉત્તરકુરુક્ષેત્રમાં ધનાસાર્થવાહ (પૂર્વભવમાં | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 163 મિ.અ.અં.૪, ત-૧)
નાના બાળક
ના
કર