________________
મધ્યાધિકારે ૩ અંશે (તરંગ -
ob
૫)
શ્લોકાર્થ :- જય રૂપ લક્ષ્મીના સુખને ઈચ્છતા હોય તો પ્રમાદને છોડી ધર્મમાં ઉજમાળ બનો ઉત્તમ કુલ વિ. મલવા છતાં પણ ધર્મમાં બુધ્ધિ લાગવી દુર્લભ છે. ।।૧।। ઉચ્ચનીચની ભાવના વડે ચાર પ્રકારે થાય છે. (૧) કુમારપાલ (૨) રાવણ (૩) બલભદ્ર મૃગ અને (૪) તંદુલ મત્સ્ય તે ચાર દ્રષ્ટાંતો છે. II વ્યાખ્યા :- ઉચ્ચનીચની ભાવના વડે દરેકના બે ભાગ થાય છે. એ પ્રમાણે ચાર પ્રકારે ઘટના થાય છે. તેમાં ઉચ્ચ નવા નવા ધર્મ કરવામાં જે તત્પર છે તે ઉચ્ચ, નીચ પાપ પ્રવૃત્તિમાં જે લાગેલો રહે છે તે નીચ.
'
''વુમન ત્તિ’’કુમારપાલ રાજા (૨) દશવદન (રાવણ) (૩) બલભદ્રમુનિની સંગતવાળો મૃગ.... વનમાં રહેલા જેને ગામ નગરમાં નહિ પ્રવેશવાનો અભિગ્રહ કરેલો છે. તે વનમાં રહેલા બલભદ્ર ૠષિને લાકડાગ્રહણ ક૨વા માટે આવેલા ૨થકા૨ વડે અપાતા દાનને જોઈને અનુમોદના કરી અને પાંચમાં બ્રહ્મદેવલોકમાં ગયા. કહ્યું છે કે બળદેવ તપના ભાવથી, સુપાત્રના દાનથી શીઘ્ર ૨થકાર, અનુમોદના દ્વારા મૃગ (હરણ) બ્રહ્મદેવલોકની સંપદા પામ્યા. વળી (૪) તંદુલમસ્ત્ય...... જે મહામત્સ્યની આંખની પાંપણમાં તંદુલ (ચોખા) પ્રમાણ શ૨ી૨વાળો અને અંતમુર્હુતના આયુષ્યવાળો ઉત્પન્ન થાય છે. તે તેવા પ્રકારના ભયંકર પરિણામથી અંતમુર્હુતમાં તેવા પ્રકારનું આયુષ્ય બાંધીને સાતમી નરકે જાય છે. તેથી કેટલાક જીવો ઉચ્ચ ઉત્તમ જાતિ, કુલ વૈભવ, ઐશ્વર્યાદિ વડે ઉચ્ચ અને નવા નવા ધર્મ કરવાની પ્રવૃત્તિમાં તત્પર એવા મનોરથ વડે કરીને ઉચ્ચ જેમકે કુમારપાલ મહારાજા વળી કેટલાક ઉચ્ચ અને પૂર્વે કહેલા કારણથી નીચ નવી નવી પાપ પ્રવૃત્તિની ઈચ્છા વડે નીચ જેમકે સીતાના રૂપમાં મોહિત થયેલો રાવણ નૃપતિ.
વળી બીજી રીતે નીચ :- નીચ કુલજાતિ વડે અને દરિદ્રપણા વિ. વડે ઉચ્ચ પૂર્વે કહેલા કારણથી જેવીરીતે બલભદ્રૠષિની સોબતથી મૃગ ૨થકારની જેમ, મને પણ આ પ્રકારે સુપાત્રમાં દાન આપવાનો સંયોગ કયારે મલશે ? ઈત્યાદિ મનોરથવાળો મૃગ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 155 મ.અ.અં.૩, ત.-૫