________________
સારા રુપવાળા આમ્ર ફલને જોઈ રસને જાણનારા, ચંચલ ચિત્તવાળા તેના રસના સ્વાદ માટે તેનું મન તેના ઉપર આકર્ષાયું. તે જાણીને મંત્રીએ ઘણો રોકવા છતાં તે રાજાએ આટલા વર્ષમાં રોગ થયો નથી તેથી હવે તે વ્યાધિ નિશ્ચિત મટી (લુપ્ત થઈ) ગયો છે. “હવે માત્ર એકજ આમ્ર ફલને ખાઈશ.... આ એકથી કોઈપણ અવગુણ નહિ થાય..... એ પ્રમાણે બોલતા એક આમ્રફલ ખાધું તેથી તુરતજ ઉત્પન્ન થયેલા પૂર્વના વ્યાધિથી ઘણો પ્રતિકાર કરવા છતાં પણ અસાધ્ય બનેલા તે રોગથી પીડાયેલા તેણે રાજ્ય અને પ્રાણો બને ગુમાવ્યા. અહીંયાં ઘટના કરતાં કહે છે કે - રાજ્ય સમ સ્વર્ગાદિ સુખ અને એક આમ્ર ફલ સમ આ લોક સંબંધી વિષય આદિ સુખ એ પ્રમાણે દ્રષ્ટાંત અને તેને ઘટાવવાના દ્રાષ્ટાન્તિકની યોજના સુગમ છે. તેથી વધુ લખ્યું નથી.
તે પ્રમાણે “બિંદુને માટે સમુદ્ર આગમમાં કહ્યું છે. જેવી રીતે ઘાસના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ માટે સમુદ્રને છોડે છે. એ પ્રમાણે મનુષ્યપણાના ભોગોને માટે દેવના ભોગોને છોડે છે – હારે છે. આની પણ ભાવના. સુગમ જ છે. “કાકિણીને માટે હજાર સોનામહોર” કોઈ ધનનો અર્થી ધનને મેળવવાને માટે બીજા દેશમાં ફરતાં હજાર સોનામહોર પ્રાપ્ત કરી પછી તેણે લઈને સારા સથવારા સાથે ઘર તરફ જતાં કોઈક સ્થાને ગામથી બહાર ભોજનને માટે બેઠો અને વારંવાર પૈસાની જરૂર પડે માટે રૂપિયાની કાકિણી કરી હતી. એક રૂપિયાની એંશી કાકિણી થાય તે પ્રસિધ્ધ છે. કોઈક ઠેકાણે વિસકોડીની એક કાકિણી એ પ્રમાણે પણ કહેલ છે. એ પ્રમાણે એક કાકિણી તેણે ત્યાં કોઈક સ્થાને પાડી (ગુમાવી) દીધી ભોજન કર્યા પછી સાર્થની સાથે ચાલ્યો અને તેને કેટલોક માર્ગ કાપ્યા પછી તે કાકિણી યાદ આવી. ઘણાએ વારવા છતાં પણ તેને શોધવાને માટે પાછો ચાલ્યો. તે ગામના ભોજનના સ્થાને તેને શોધતાં તે મલે તે પહેલાં સૂર્યાસ્ત થતાં સાર્થને મળવાની ઈચ્છાવાળો એકલોજ પાછો ફર્યો તેટલામાં જંગલમાં મળેલા ચોરોએ બધું જ લૂંટી લીધું. અને દુઃખી થયો આ પ્રમાણે હજાર સોનામહોરની ઉપમા સમાન સ્વર્ગસુખ અને કાકિણીની ઉપમા સમાન મનુષ્યભવસંબંધી વિષયસુખ એ પ્રમાણે ઉપમેય અને ઉપમાની વિચારણા સુગમ છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] (153)મિ.અ.અં.૩, તા-૩
s
s
sssssss.
. * * * * * * * * * * *
*
*
*
::::::
:::
:
::::::
:
::::::::::
* મ
: જઝ::::::::::::::::