________________
વજ્રૠષભ નારાચ સંઘયણવાળાને પણ અનિત્યતા નડે છે. તો કેળના ઝાડ જેવા અસાર બીજા જીવોની તો શી વાત કરવી ? વજ્ર જેવા શરીરવાળા ચક્રવર્તિ વિ. ચક્રવર્તિના શરીરો ખૂંદ્ર નામની શે૨ડી (ઈક્ષુ) ને ચરનારી એક લાખ ગાયનું દૂધ અડધી અડધી ગાયોને પાઈ છેલ્લી ગાયના દુધમાં ઉત્તમ ભાત (ચાવલ) નાખી ૩૬૩ રસોઈયાએ બનાવેલ ભોજન (ખીર) વડે વજ જેવું બનેલું (તે ચક્રવર્તિનું શરીર) પણ વિનાશ પામે છે. જીવે બધી જાતિમાં છોડેલા બધા દેહને ભેગા કરીએ તો પણ ત્રણલોકમાં સમાતા નથી. સર્વજીવોએ એક શરીરથી પણ કુદરતી રીતે સર્વે પુદ્ગલ ગ્રહણ ક૨વા પૂર્વક સૂક્ષ્મ અને બાદર અનંત પુદ્ગલ પરાવર્ત પૂર્યા (કર્યાં) છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. આહા૨ક વર્ગણા છોડી ને સાત પ્રકારની વર્ગર્ણાના બધાય પરમાણુને એક જીવ દ્વારા એક પછી એક સ્પર્શીને મૂકે તેમાં જેટલો કાળ થાય તે દ્રવ્યથી સ્થૂલ (બાદર) પુદ્ગલ પરાવર્ત કાળ છે. અને સુક્ષ્મપરાવર્તન કાળ ઔદારિકાદિ સાત વર્ગણાને અનુક્રમે ભોગવી ભોગવીને મૂકે તેમાં જેટલો સમય થાય તે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તનકાળ, જેવીરીતે આકાશમાંથી પડતા પાણીને ધારણ કરવા માટે પકડેલી ઝોળીમાં જ્યાં કાંકરો મૂક્યો છે ત્યાંજ બધુ જલ આવે છે. એ પ્રમાણે મમતા (મોહ) નું મૂલ એવા શરીરાદિના માટે જ પ્રાયઃ માંસ વિ. સચિત્ત આહાર, પાંચ આશ્રવ, મિથ્યાત્વ, અવિરતિ કષાય અને પ્રમાદમાં પ્રવૃત્તિ, ખેતી, વિ. મહાઆરંભ સ્ત્રી વિ. નો બહુપરિગ્રહ, અને વિષય ભોગવવા માટે અંગોનું મિલન વિ. પાપોને કરે છે. તો પણ જડ જીવો સુલભ એવા દેહનું પાલન વિ. ને માટે અને આહારાદિને માટે ભયંકર પાપો કરીને નક૨માં જાય છે.
કહ્યું છે કે :- (૧) અસંશી (૨) ભૂજ પરિસર્પ (વાંદરા) (૩) પક્ષી (૪) સિંહ (૫) સર્પ (૬) સ્ત્રી. ક્રમેકરીને ઉત્કૃષ્ટથી એકથી લઈ છઠ્ઠી નરક સુધી અને નર અને માછલા ઉત્કૃષ્ટથી સાતમી નરક સુધી જાય છે. અસંક્ષિ સમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો જાણવા મનુષ્યો નહીં અને તેઓ તે નરકમાં ઉત્કૃષ્ટથી પલ્પોપમના અસંખ્યાતમાં ભાગના આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે. પેટથી ચાલવાવાળા ઘો, નોળિયા, ભૂજ પરિ સર્પ વિ. જાણવા. બાકી બધું સ્પષ્ટ છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (142 મ.અ.અં.૩, ત.-૧