________________
દેખાય છે કારણ કે ઝેરપીને લાંબુ જીવન જીવવાની વાંછા, ઠંડક માની દાવાનલમાં પ્રવેશ, કુપથ્ય ખાઈને નિરોગિતાને ઈચ્છે છે. તેમ સુખની પંરપરાને તું ઈચ્છે છે. અને વળી પાપને કરે છે. (વિસ્તાર છે) એ પ્રમાણે પુણ્ય - પાપનો બીજાના ત્રીજા વિશે, બીજોભેદ ભૂલથી પાંચમો ભેદ થયો. પા
(૬) હવે કેટલાક પોતાના (ઈચ્છિત) ચંદન ભારને વહન કરે છે. અને તે પરિમલ વિ. થી અને ઈચ્છિત લાભની આશાથી જ વસ્તુના વહનને બહુમાન આપતો પ્રયત્નપૂર્વક લઈ જાય છે. - વહે છે. અને વચ્ચે માર્ગે ગમે તેવા વિપ્નો આવે તો પણ પ્રાયઃ છોડતો નથી એ પ્રમાણે જિનધર્મને પણ, પોતાની રુચિ પ્રમાણે ચંદનને વહન કરવાના ભાવ સરખા (૧) મધ્યમભાવ (૨) બહુમાન (૩) વિધિ (૪) દ્રઢતા આદિ વડે કરતા વૈમાનિક દેવના સુખો પાંચમા ભેદથી અધિકતર પામે છે. સુલભ બોધિ અને અલ્પસંસારી થાય છે. પ્રભાવતી રાણી, પ્રદેશ રાજા, ચંદ્ર શ્રાવક, વીરસભા શ્રાવિકા, બુધ્ધસંઘ અને તેની પત્ની આદિની જેમ. એ પ્રમાણે મિથ્યાત્વાદિ અથવા આરંભાદિક પાપને પોતાની રુચિપૂર્વક બહુમાનપૂર્વક મિથ્યાશાસ્ત્રોમાં કહેલી વિધિયુક્ત પ્રમાણે) દ્રઢ પ્રયત્નવડે, બલપૂર્વક કરતાં પાંચમા ભેદથી અધિકતમ નરકાદિ દુઃખના ફલને પામે છે. યજ્ઞાદિ કરનાર દત્તાદિની જેમ એ પ્રમાણે બીજાના ત્રણ ભેદમાં ત્રીજો ભેદ અને મૂલથી છઠ્ઠો પુણ્ય-પાપનો ભેદ બતાવ્યો III
(૭) એ પ્રમાણે ઘનસાર પણ ત્રણભેદે કરીને વિચારવા પરંતુ વેઠવડે ઘનસારને લઈ જનારનું વેઠથી ચંદનને લઈ જવાથી અધિક બહુમાન જાણવું એ પ્રમાણે પુણ્ય પણ યતિધર્મ રૂપ અથવા શ્રાવકધર્મ રૂપ ઘણા પ્રમાદના કારણે રુચિના અભાવથી અથવા બલાત્કારે કરાવાતા બહુ સારું માનતો હોવા છતાં પણ બલાત્કારથી પરિણામમાં હાથી ઉપર દ્વેષ કરતો પૂર્વભવનો નાગદત્ત, મેતાર્યાદિ (પૂર્વભવના) જીવની જેમ વૈમાનિક દેવસુખને મેળવે છે. પરંતુ શ્રાવક ધર્મ અને બોધિબીજ દુપ્રાપ્ત થાય છે. અને પાછળથી પણ પરિણત ભાવ થકી પણ ભવનપતિ આદિગતિને પામે છે. જયંતમુનિ આદિની જેમ કેટલાક તો ઘણી વિરાધનાથી તિર્યંચાદિગતિ ને પણ પામે છે. ''શ્વેતા સમિ '' ઈત્યાદિ વાદિ ક્ષુલ્લક મહિષ (પાડા)ની જેમ અને અભ્યાસ
. . . . :
* *
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અ.નં.૨, તા-૧૧
* * * * * * *
::: :
: : :
: :
: : :
: