________________
| મધ્યાધિકારે ૨ અંશે (તરંગ-૧)
વન
હે ભવ્યો! જયરૂપ લક્ષ્મી અને વાંછિત સુખ માટે અનિષ્ટ દૂર કરવામાં - ત્રણ વર્ગ (ધર્મ-અર્થ-કામ)માં સાર, ભૂત, આલોક અને પરલોકમાં હિતકારી એવા જિનેશ્વર ભગવાનના ધર્મમાં ઉઘત થાઓ – ઉજમાલ બનો Ilal ,
વળી તે ધર્મ જીવોને દુર્લભ છે. પ્રાયઃ કરીને જીવો પાપમાં રુચિને ધરે છે. કેટલાક અશુધ્ધ ધર્મમાં અને થોડાજ શુધ્ધ ધર્મમાં રુચિ કરે છે. રો
(૧) નગરનો ભૂંડ (૨) પાડો (૩) બળદ (૪) બગલો (૫) હાથી અને (૬) હંસ કાદવ જલની રુચિવાલા છે. જેમ પોતાના કાર્ય - અકાર્યમાં રુચિવાલા છે. તેમ વિવિધ પ્રકારના જીવો પુણ્ય - પાપની મતિવાળા છે. Imall
એની વ્યાખ્યા કરતાં કહે છે કે જેવી રીતે પૂરના ડુક્કરાદિ અકાર્ય અને કાર્યમાં કાદવની રુચિવાલા અશુધ્ધ જલની રુચિ અને શુધ્ધજલની રુચિવાળા હોય છે. પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ છે. તેવી રીતે કેટલાક જીવો કાર્યાકા, (કાર્ય અને અકાર્યમાં) પાપરૂચિવાળા અશુધ્ધ પુણ્ય રુચિવાલા અને શુધ્ધ પુણ્ય રુચિવાળા હોય છે. - હવે વિચારણા કરે છે. નગરનો ભૂંડ એ પ્રસિધ્ધ છે. ત્રણે કાળમાં પણ વિશેષ કાર્ય વિના અત્યંત અશુચિવાળા કાદવને જ ખાય છે. તેમાંજ આળોટે છે – રહે છે – સૂઈ જાય છે. અને રતિને કરે છે. (આનંદ માને છે.) તેવી જ રીતે જગતમાં પ્રાયઃ બધાજ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ, દેવ અને નારક કાર્ય હોય તો અને ન હોય ત્યારે પણ હિંસાદિ પાપ કાર્યમાંજ રતિ કરે છે.
તે આ પ્રમાણે - એકેન્દ્રિયો આહારને માટે એકેન્દ્રિઓનું ભક્ષણ કરે છે. ઈત્યાદિ 'સૂર દરિહર વંમા” ઈત્યાદિ ગાથામાં વિસ્તારથી વિચારેલું જ છે. ત્યાંથી જાણી લેવું. બેઈન્દ્રિયો કૂમિ, શંખ, છીપ વિ. જીવોનો આહાર કરે છે. તેઈન્દ્રિયો કાંડા, કાનખજુરાદિ મનુષ્ય સર્પાદિને પણ કાર્ય હોય કે ન
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 119) મ.અ.અં.૨, તા-૧૦
*::
:::::
::::::::::::::
::::::::::::::::::::::::::
:::::::
:::::::::::::::::
:::
]