________________
ત્યાંથી પાછી વળતી વખતે તેણીએ મુનિને પૂછ્યું આ નદી કેવીરીતે પાર કર્યું?
મુનિએ પણ કહ્યું, ‘નદીને કહેછેં કે આ મુનિએ જ્યારથી વ્રત (દીક્ષા) લીધા છે. ત્યારથી હંમેશા ઉપવાસ કરતા હોય તો મને માર્ગને આપ. ઈતિ, પછી તે પ્રમાણે નદીને કહીને સુખપૂર્વક પોતાના ઘરે આવી રાજાની આગળ મુનિને લાડુ વોરાવ્યા વિ. વાતને કહેતી ઉપવાસના કારણને પૂછ્યું મુનિ ઉપવાસી કેવી રીતે ?
રાજાએ કહ્યું હે દેવી ! તું ભોળી છે. ધર્મના તત્ત્વ ને જાણતી નથી. આ મહાત્મા ખાવામાં અને નહિ ખાવામાં પણ સમચિત્ત (એક સરખા) મનવાળા છે. નહિ કરેલું, નહિ કરાવેલું અને શુધ્ધ આહા૨ને ખાતા હોવાથી મુનિ નિત્ય ઉપવાસીજ હોય છે. તે સાંભળીને જિનધર્મના પ્રભાવને જોવાથી આશ્ચર્ય પામેલી રાણી ધર્મમાં દઢ ચિત્તવાળી થઈ. IIઈતિ
આ સુ૨૨ાજા અને સોમમુનિ સાકરની ઉપમા તુલ્ય ધર્મપરિણામવાળા છે. એ પ્રમાણે શ્રાવકધર્મને આશ્રયીને છ એ છ દ્રષ્ટાંતોની વિચારણા થઈ. એ પ્રમાણે સાધુધર્મને પણ આશ્રયીને વિચારવું યથાસ્થાને યથાયોગ્ય દ્રષ્ટાંતો જાતેજ યોજવા ઈતિ. અહિયાં જે બહુલ સંસારી છે તેને ધર્મનો પરિણામ સ્વલ્પ હોતો નથી તેનો અહીંયા અધિકાર નથી (તેની વાત નથી.) શ્રી શ્રેણિક, કૃષ્ણરાજા વિ. ને સાકરની ઉપમા હોવા છતાં પણ પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી અને નિયાણા વિ. ના કારણે વિરતિ સ્વીકારી શક્યા નથી અને આ છ ધર્મ પરિણામો ક્રમથી પ્રાયઃ (૧) આસન્નતમ નહિ (૨) આસન્નત્તરા નહિ (૩) આસન્ન નહિ (૪) આસન્ન (૫) આસન્નતરા (૬) આસન્નતમ સિધ્ધિકોના જાણવા ઈતિ.
એ પ્રમાણે જીવો વિષયરસવાળા એ પ્રમાણે અંત્ય પદ પાઠ જાણવો તેમાં દૃષ્ટાંતની વિચારણા પૂર્વની જેમ કરવી. દાષ્ટાન્તિક ભાવનાતો આ પ્રમાણે યંવ (જુવાર) ના દંડાવિ, રસના પ્રકારથી (૧) આસન્નતમ (૨) આસન્નતમ નહિ એવા ભવસિધ્ધિકો ઉત્તરોત્તર ગુડ જેવા વિષયરસવાળા હોય છે. તેમાં સાકરની ઉપમા સમા વિષયરસ નરકાદિ દુર્ગતિ રૂપ દુઃખ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (114 મ.અ.અં.૨,તરંગ-૮