________________
મુક્તિ, સિધ્ધિ પ્રાપ્ત થાય છે. અર્થાત્ સિધ્ધ થાય છે. મધ્યમ આરાધનાથી ત્રણ ભવથી અધિક થતા નથી. અને જધન્ય આરાધનાથી સાત-આઠ ભવથી અધિક થતા નથી. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રના ૮ મા શતકમાં કહ્યું છે.
॥૮॥
શ્લોકાર્થ :- હે પંડિતો ! જો મોહરૂપી વૈરી ઉ૫૨ જયરૂપ લક્ષ્મી વડે સિધ્ધના સુખની ઈચ્છા હોય તો ધર્મથી આ આઠ પ્રકારની જીવની બુધ્ધિ જાણીને વિશુધ્ધ રીતે તેની પ્રાપ્તિને માટે શ્રેષ્ઠ (ઊંચો) પ્રયત્ન કરો ઈતિ... || મધ્યાધિકારે બીજા અંશે તરંગ છઠ્ઠો પૂર્ણ
મધ્યાધિકારે
શ્લોકાર્થ :- લોકમાં જયરૂપલક્ષ્મી, સુખાદિ સર્વ જિનધર્મની આરાધનાનું ફળ છે. ધર્મમાં રતિ (આનંદ)વાળા વિવિધ પ્રકા૨ના જીવો ભવિષ્યમાં શિવ મુક્તિને પામે છે. ||
૨ અંશે (તરંગ-૭)
NE
જેવીરીતે શ્રેષ્ઠજલથી ભરેલા સરોવરમાં કાગડો, કૂતરો, હાથી, હંસ આદિ અનુક્રમે ત્યાગ, ચાટવાપણું, સ્નાન અને રતિ (આનંદ) કરનારા હોય છે. તેવી રીતે જીવો જિનેશ્વરના ધર્મમાં રતિ કરનારા હોય છે.
અહીંયા જિનધર્મને નિર્મલજલથી ભરેલા સરોવરની ઉપમા આપી છે. તેમાં વીતરાગાદિ દેવતત્વ, પાંચમહાવ્રત, અઢાર હજાર શીલાંગધારી ગુરૂતત્વ, પાંચઆશ્રવાદિ રહિત, ધર્મતત્વ સહિત અને રાગાદિ મલથી રહિત હોવાથી ધર્મનિર્મલ જાણવો. અથવા બીજા ધર્મોનું તેનાથી વિપરિત દેવગુરૂ ધર્મતત્વ હોવાથી કાદવથી વ્યાપ્ત તુચ્છ જલાશય સમાન જાણવું. અને તેથી જેવીરીતે કાગડો નિર્મલ જલથી ભરેલું સરોવર છોડે છે. અને કાદવવાળા તુચ્છ જલાશ્રયે આનંદને પામે છે. જો તે ન મળે તો સ્ત્રીનાં શિર પર રહેલા ઘડા વિ. માં ચાંચ નાખે છે. તેવીરીતે કેટલાક અધમ જનો જિનધર્મને, જિનેશ્વરદેવ અને ગુરુને નમવાદિ રૂપ સ્પર્શ કરતા નથી. (નમતાં) નથી. પૂર્વે કહેલા
ન
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 108 મ.અ.અં.૨,તરંગ-૭