________________
હોય ત્યારે જલ્દી છૂટી જાઓ એ પ્રમાણે બોલવું, તે પછી કોઈ સ્થાને મિત્રો ભેગા થતા હતાં ત્યાં કહ્યું જલ્દી છૂટા પડો ત્યાં પણ માર ખાધો અને છૂટચો.
તેવી જ રીતે ક્રમે કરી એક ગામના મુખીના પુત્ર પાસે રહી તેની સેવા કરે છે.
એક વખત દુકાળમાં તેના ઘેર રાબડી બનાવી ગામના મુખીની પત્નિએ તેને કહ્યું જા સભા જનોની મધ્યમાં બેઠેલા સ્વામીને કહેજે કે ‘જલ્દી આવો કારણ કે રાબ ઠંડી અને પીવા માટે અયોગ્ય બને છે.' તેણે ત્યાં જઈને તેવીજ રીતે મોટા અવાજે કહ્યું તે સાંભળીને સ્વામિએ શરમિંદા બની ઘરે આવીને તેને માર્યો અને કહ્યું કે ‘આવું કાર્ય હોય ત્યારે ધીરેથી કાનમાં કહેવું જોઈએ.’
એક વખત ઘર સળગ્યું તેથી ત્યાં જઈને કાનમાં ધીમેથી કહે છે. તેટલામાં આખું ઘર સળગી ગયું. તેથી તેને માર્યો અને કહ્યું કે આવા પ્રકા૨નું થાય ત્યારે જાતેજ પાણી નાંખવું અને ન બુઝાય તો રેતી - છાણ વિ. નાંખવું જોઈએ જેથી કરીને અગ્નિ બુઝાઈ જાય.
ફરી એક વખત સ્વામિ પોતાના માથાના વાળને સુગંધીત ક૨વા ધૂપ જેવું કાંઈક કરતો હતો. એટલે તેના માથાપર તે કુલપુત્રે ગોભક્ત (છાણરેતી-વિ.) નાખ્યું. ઈત્યાદિ
જેવી રીતે આ કુલપત્ર જેવું સાંભળ્યું તેવું જ વચન ધારતો હતો પરંતુ વિષયના અભિપ્રાયને વિશેષ પ્રકારે જાણતો ન હતો. એ પ્રમાણે સાંભળેલું જ માત્ર ગ્રહણ કરનાર કહેવાના વિષયના તાત્પર્યને નહિ જાણનારા જીવો જળો જેવા છે. ઈતિ. જેવી રીતે તે જળો એ પીધેલા લોહીને કાંટાદિના પ્રયોગ વડે કાઢતાં પરિણામે દુઃખી થાય છે. તેવી રીતે અહીંયા પણ તેઓ (તેવા જીવો) દુ:ખી થાય છે. અને પગલે પગલે દૃષ્ટાંત તરીકે વર્ણવેલા કુલપુત્રની જેમ પરલોકમાં પણ દુઃખી થાય છે.
વંન્ધા :- જેવી રીતે વાંઝણી ગાયથી દૂધાદિની ઈચ્છાવાળા અનેક પ્રકારના ૨સફલ વાળા ઘી આદિ ઘાસ, ધાન્ય, કપાસ વિ. ઘણું આપવા તરંગ ૯
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 53