________________
રેવતિ આઠ ક્રોડ સોના મહોરોની સ્વામિની હતી. (૯) સાવત્થી નગરીમાં નંદનીપ્રીય નામે શ્રાવક થયો. અશ્વિની નામે તેને
પત્ની હતી. ઋધ્ધિથી આનંદ શ્રાવક સરિખો હતો.' (૧૦) સાવથી નગરીમાં વસનારો લતંગપ્રીય નામનો શ્રેષ્ઠ શ્રાવક હતો
તેને ફાલ્ગની નામે ભાર્યા હતી અને કધ્ધિથી આનંદ સમો હતો.
આ દશે જણા સમવસરણમાં આવ્યા. પહેલેથી જ શ્રી વર્ધમાન સ્વામીની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા તેઓએ સમ્યકત્વમૂલ બાર વ્રતને અંગીકાર કર્યા.
પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતમાં બધો (પૂર્વ વિદ્યમાનથી અધિક પરિગ્રહનો નિયમ લીધો) પૂર્વે જે સંપત્તિ હતી તેનાથી અધિક પરિગ્રહનો નિયમ લીધો આનંદ શ્રાવકે સાતમાં ભોગોપભોગ વિરમણ વ્રતમાં શરીરે માલીશ માટે શતપાક અને સહસ્ત્રપાક નામના બે તેલ રાખ્યા. સ્નાન માટે આઠ પાણીના ઘડા, દાંત સાફ કરવા માટે જેઠી મધની લાકડી, વસ્ત્રમાં બે રેશ્મી વસ્ત્ર, વિલેપનમાં કેસર - સુખડ, આભૂષણમાં વીંટી, પુષ્પમાં પુંડરિક, અને માલતી ફૂલની માળા, ધૂપમાં અગરુ ધૂપ, સૂપ (દાળ)માં ચણા-મગ, અડદની દાળ ભોજનમાં કલમ ચોખા, ઘીમાં ગાયનું ઘી, ખાદ્યમાં ઘેબર સાકરાદિ, શાકમાં એક જાતની વનસ્પતિ, ધાન્ય શાકમાં (સૂકુ શાક) વડા - ચણાદિ, તાંબુલમાં કપૂર, ઈલાયચી, લવિંગાદિ, ફળમાં ભીનાં આંમળા, પાણીમાં વર્ષાનું પાણી ઈત્યાદિ.
ઉપર પ્રમાણે બીજાઓએ પણ નીયમ ગ્રહણ કર્યા. દશે જણાએ એ પ્રમાણે વિશ વર્ષ ધર્મ આરાધ્યો વળી ચૌદવર્ષ પછી છ વર્ષ બધા પ્રકારની ચિંતા, વ્યાપારાદિ ત્યાગી દીધા.
શ્રાવકની અગિયાર પ્રતિમાદિ બહુ દુષ્કર તપારાધના કરી સંલેખના પૂર્વક એક મહિનાનું અનશન સ્વીકાર્યું. અંતે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. આનંદ શ્રાવકને છોડી બીજાની દેવે પરીક્ષા કરી......
આ પ્રમાણે દઢ ભાવથી ધર્મ આરાધી સૌધર્મ દેવલોકના જુદા જુદા || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (39) તરંગ - પ-૬ |
aaaaaaaaaaaaaaaaaaa4aaaaaaaaaaaaaaaaષ્ણaaaaaaaaaaaaaBaaaaaaaaaaaaaaaaaaaaa
ઉguaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa