SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે મૂઢ લોકોને સરુનો ઉપદેશ પણ કોઈ ફળને આપનારો બનતો નથી કહ્યું છે કે : સૂર્ય ચંદ્ર ઉગે છતે અને પ્રકાશ યુક્ત ક્રોડો દિવા પ્રગટ હોવા છતાં ચક્ષુ હિન પર ઉપકાર થતો નથી. તેવી રીતે મિથ્યાંધકારથી ઘેરાયેલા મૂઢ લોકો પર ઉપદેશ ઉપકારક બનતો નથી. એટલે કે મૂઢ માણસ ઉપદેશ માટે અયોગ્ય છે... ઈતિ મૂઢ... કદાગ્રહી કોને કહેવાય તે કહે છે - પહેલા ભરમાવાયેલો હોવાથી વસ્તુની સાચી પરીક્ષા કરી શકતો નથી અને પાછળથી તેવા પ્રકારના કદાગ્રહના વશથી વિપરિત અભિનિવિષ્ટ (કદાગ્રહી) બુધ્ધિવાળો તે કદાગ્રહી કહેવાય છે. તેનું દૃષ્ટાંત સમજાવવા ગોવાળની કથા કહે છે તે આ પ્રમાણે : ગીવાળની રાજપુરનગરમાં ગાયોને ચરાવવાથી એક ગોવાળે ઘણું ધન ઉપાર્જન કર્યું. અને ઉપાર્જન કરેલું તે ધન તેના મિત્ર સુવર્ણકાર (સોની) ને તે ગોવાળે બતાવ્યું ત્યારે તે સોનીએ તેને કહ્યું કે તું આ ધનથી સુવર્ણના આભૂષણ બનાવી લે. ત્યારે ગોવાળે કહ્યું કે તું જ બનાવી આપ. સુવર્ણકારઃ- હું નહિ બનાવી આપું, બીજા પાસે તું બનાવી લે. ગોવાળ - ના તેજ બનાવી આપ વધારે કહેવાથી શું ? ઈત્યાદિ સુવર્ણકારે ફરી ગોવાલને કહ્યું હે મિત્ર લાંબા કાળથી આપણી બન્નેની મૈત્રિ છે. તેનો લોકો છેદ કરનારા છે (તોડાવનારા છે, કારણ કે બીજાના દુઃખમાં આનંદ પામનારા, મુખે મીઠાં બોલા, પાછળ નીંદા કરનારા, ઉપહાસ કરનારા, કલિકાલમાં દુર્જનનાં સ્વભાવ વાળા લોકો છે. * એક બીજાનો ભેદ કરાવવામાં ધન મોટું કારણ છે વળી કહ્યું છે કે, નિર્મળ પ્રીતિ ને અથવા આ જીવન પ્રીતિને ઈચ્છતા હો તો “પરસ્પર Eારકanaaaaaaaa%esana #aasaanaaaaaaaaaa %aaaaaaaaaaaaaaaaaaaaaaaa Baaa%a8888888299889998804taaaaaa9888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (19) તરંગ - ૩ કિatanituanetaaaaaaaaaaaslatarinautsahasala
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy