SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચલ ચિત્તથી શ્રીધર જિનેશ્વરની આરાધના-સેવના કરે છે. તેથી પ્રસન્ન થયેલી શાસન દેવીએ ક્રોડ રત્નો આપ્યા. ત્રણે કાળ જિન પૂજા કરનાર (શ્રીધર) પોતાની લક્ષ્મીને સાતે ક્ષેત્રમાં વાવતાં (વાપરતાં) તે જ ભવમાં સુખ અને કીર્તિનું પાત્ર બન્યો વળી પરલોકમાં (બીજા ભવમાં) ટુંક સમયમાં સિધ્ધિ મેળવનાર થયો ઈતિ શ્રીધર શ્રેષ્ઠિ ખરેખર પહેલા જિનની ભક્તિ એકાગ્રચિત્તે કરી હોવા છતાં પણ વચમાં મિશ્ર ધર્મ કર્યો (જિનને અને અન્ય દેવોને પૂજવા રૂ૫) અને તે ધર્મ તેને તે જ ભવમાં ગુણ અને દોષ બન્ને સરખા થયા. તે આ રીતે - તેને જે ધનાદિની હાની તેવા પ્રકારની દરિદ્રતાનું દુઃખ પ્રાપ્ત થયું તે દોષ અને શાસન દેવીના વચનથી ફરી જે જિન ધર્મે એકાગ્રતાદિની પ્રાપ્તિ થઈ તે ગુણ અહીંયા ગુણ અને દોષનું સરખા પણું શ્રીધર વ્યાપારીકનું જાણવું. પછી ફરી જિન ધર્મની એકાગ્રતાની પ્રાપ્તિથી ઈચ્છિત સુખ રૂપ લક્ષ્મીની પ્રાપ્તિરૂપ ગુણ થયો અને પહેલાં કહેલા દોષથી એમ બન્ને સરખા થયા ઈતિ મિશ્ર ધર્મને કરનારાઓનું પરભવે પણ ગુણ દોષનું તુલ્યપણું વિચારવું દૃષ્ટાંત પણ નંદમણિકારવિ. ના યથાયોગ્ય બતાવવા ઈતિ ત્રીજાઓષધનું દૃષ્ટાંત અને દાષ્ટાન્તિક ની વિચારણા થઈ રૂા. વળી કેટલાક ઔષધ ગુણ દોષ બન્ને એક બીજાથી અધિક થાય છે. એટલે કે ગુણ વધારે દોષ થોડો, દોષ વધારે ગુણથોડો (પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે.) તેમાં કેટલાક ઔષધ ગુણ અધિક કરે છે. અને દોષ અલ્પ કરે છે. જેવી રીતે કફ પિત્ત તાવવાળાને ક્ષુદ્રાદિ ક્વાથ તે કાંઈક પિત્તને ઉત્પન્ન કરે છે. પરંતું પિત્તનો પ્રતિકાર થતો હોવાથી સ્વલ્પ દોષ અને શ્લેખ (કફ)નું શમન કરે છે તે બહુ ગુણ કારણ કે કફ મુશ્કેલીથી શમે છે. તેને શમાવે છે. તે ગુણ છે તથા વિધિથી છોડી દીધેલો ધર્મ એટલે કે વિધિ રહિત ધર્મ જિન પ્રણિત બીજા ગુણ અથવા દોષના પૂર્વે કહેલા સ્વરૂપને વિસ્તારથી કહે છે. તેમાં વિધિ હીન એ પ્રમાણે કહેવા છતાં પણ અવિધિથી કલુષિત ધર્મ એમ સમજવું તેમાં અવિધિ ખરેખર ઈષ્ય, શિથિલતા, પ્રમાદ વિ. કદાગ્રહ, ક્રોધ, હૃદયમાં સંતાપ, દંભ અને ત્રણે ગારવ (રસ, ઋધ્ધિ, HERBSSRRRRRRRRRRRRRRRISBRRRRRRRSBRABBBRSBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRB88a8eae Baa8888gBBiaaaaaaaaaaaaaaaaaaaaaaa8888888881 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 326) અંશ-૪, તરંગ-૭ | BulgaritisinliuTEPHEETALETAILITABHESHBHABHBHAI
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy