SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ બે દરિદ્ર બ્રાહ્મણની કથા કોઈ એક ગામમાં બે દરિદ્ર બ્રાહ્મણો ધનની પ્રાપ્તિ માટે ભમતાં ભમતાં, તેમણે કોઈક સિધ્ધ પુરુષની આરાધના કરી અને તેઓના વિનયથી ખુશ થયેલા તેણે તે બન્ને ને સુવર્ણ સિધ્ધિને આપનારી વિદ્યાથી સિધ્ધ થનાર તેવા તુંબડાના ફલના બીજો આપ્યા અને વિધિને કહી સો વખત ખેડાયેલા ખેતરમાં આ બીજોને વાવવા. પછી અંકુર ફુટે ત્યારે તેના ઉપર સંપૂર્ણ છાયા થાય તેવો મંડપ કરવો જેથી કરીને તેને સૂર્યનો તાપ ન લાગે પછી વિધિ પૂર્વક ઉગેલા તે વેલ વિ. ને બાળીને તેની ભસ્મ કરવી. ત્યારબાદ અગ્નિથી તપેલા તાંબા ઉપર તે ભસ્મનો અંશ માત્ર નાંખવો તેથી તે બધું તાંબુ સુવર્ણ બની જશે. ઈત્યાદિ પછી તે બન્ને બ્રાહ્મણો ઘરે આવ્યા પછી પોતાના ગુરુમાં શ્રધ્ધાવાન ઉદ્યમી (પુરુષાર્થ શીલ) એવા તેમાંના એક બ્રાહ્મણે સંપૂર્ણ પચાસ વખત ખેડાયેલા ખેતરમાં તેને વાવવા વિ. પ્રકારે માત્ર અર્ધ વિધિ કરતાં રોપ્ય (ચાંદી) ની સિધ્ધિને પ્રાપ્ત કરી એ પ્રમાણે હીન નિર્દેશ જાણી લેવો. દૃષ્ટાંતની ઘટના કરે છે. - તે ઔષધ વિ. ના પ્રકારે કરીને ધર્મપણ વિધિ અનુસારે પૂર્ણફલ, અપૂર્ણફલ, હનફલ, નિષ્ફલ અને અનર્થફલને આપે છે. તેમાં પૂર્ણ વિધિ પૂર્વક કરેલો જિન પૂજા રૂપ ધર્મ પૂર્ણ ફળને આપે છે. દા.ત. શ્રી શ્રેણિક રાજાને તીર્થકરની સંપદા પ્રાપ્ત થઈ તે સંપૂર્ણ વિધિનું ફલ જાણવું. અપૂર્ણ વિધિ કરનાર દેવપાલને અપૂર્ણ ફલ રૂ૫ રાજ્યાદિની પ્રાપ્તિ થઈ. હીન વિધિ કરનારને હીનફલ પ્રાપ્ત થાય છે. જેમકે હીન વિધિ કરનાર મિથ્યાદૃષ્ટિ આ લોકના અર્થિ કવિ વિલણ વિ. ને ઈચ્છિત ધન વિ. માત્ર મલવાથી હીનફલ જાણવું. વળી ફલ વિનાનું એટલે કે ભાવની શુન્યતાથી કરાયેલું જેમ નંદક ને અફલ થયું અને તેનો સંબંધ મધ્યમાધિકારે બીજા અંશના આઠમાં તરંગમાં લખ્યો છે એ પ્રમાણે ભાવ શૂન્યતાથી કરાયેલી સર્વ પ્રકારની વિધિ પણ ન કર્યા બરાબર બને છે. ફળની પ્રાપ્તિ નહિ થવાથી વિધિ ન કર્યા બરાબર છે. ભાવ શૂન્ય ક્રિયા કરવા છતાં પણ વિધિનો અભાવ જ જાણવો. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૪, તરંગ-૧ Easeesaanaaaaaaaaaaashaaesana 99999999999999aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa% a8aaaaaaa ful]][][][][HHHHHaidualtitadiusku ranastaug tvBhuuuuuuuuustupiFiguitarak B aah##qક્ષaaagazgaaaaaaaaaaaaaagtunga
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy