SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ' હે પંડીતો! આ પ્રમાણે લોકમાં ચાર પ્રકારના વનના દૃષ્ટાંતથી શુભ અશુભ ફળ આપનારા ચાર પ્રકારના ધર્મને જાણીને એકજ શુભ ફલને આપનારા જિનેશ્વર ભ. ના ધર્મમાં પ્રયત્ન કરો જેથી કરીને જલ્દીથી ભવ ઉપર જય રૂપ લક્ષ્મી પ્રાપ્ત થાય ઈતિ. તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર નામના ગ્રંથમાં જયશ્રી અંકે પશ્ચિમ તટનાં ત્રીજે અંશે | છઠ્ઠો તરંગ પૂર્ણ થયો છે અિંશ-૩ (તરંગ-૭) વળી બીજા દૃષ્ટાંતો વડે ધર્મ વિષયના સ્વરૂપને જ કહે છે : શ્લોકાર્ધ - જેવી રીતે મુખ અને પરિણામને વિષે રમ્ય અરમ્ય રૂપે ચાર પ્રકારે ઔષધ છે. તેવી રીતે (૧) બુધ્ધ ધર્મ (૨) જિનેશ્વરનો તપ અને (૩) પ્રભાવના રૂપે ધર્મ (૪) મિથ્યાત્વ રૂપ ધર્મ એમ ચાર પ્રકારનો ધર્મ છે. વિશેષાર્થ :- જેવી રીતે મુખમાં (શરૂઆતમાં) અને પરિણામમાં રમ્ય અને અરણ્ય એ પ્રમાણે ઔષધ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે મુખમાં સારું લાગવાથી મુખને પ્રીય (સારૂ) અને પરિણામમાં ખરાબ વિપાક હોવાથી અરણ્ય જેમકે નૂતન તાવવાળાને દૂધ - સાકર રૂપ ઔષધ મુખને પ્રિય લાગે છે. પરિણામે કટુફલ આપનારું છે..... ૧ તેવી રીતે કડવાપણા વિ. થી મુખને નહિ ગમતું અપ્રિય અને ગુણના કારણભૂત હોવાથી પરિણામમાં સારૂ જેમકે ત્રિદોષ (કફ, પિત્ત-વાયુ) થી ઉત્પન્ન થયેલા તાવથી પીડાતાને મુખને અરણ્ય અને પરિણામે ગુણકારક અષ્ટાદશ કવાથ..... ૨ મુખને સારું અને પરિણામમાં પણ સારૂં જેવી રીતે જીર્ણ તાવવાળા ને સાકર અને ગોક્ષીર ઔષધ બન્ને રીતે સારું લાગે છે....... ૩ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 295)[ અંશ-૩, તરંગ-૭] સરલાયરસારતિયસ રાયચરરર રરરરરરરયાણા:ચકાસયારાસ તારnataણારdaહાસકanaaaaaaaa રાકરાવાડાકરાણી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy