SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ લેવું વળી જેઓ પંચેદ્રિય વધ આદિથી કલુષિત મહાયજ્ઞ વિ. કરે છે. તેઓ મહા નરક વિ. અનર્થકારી ફલોજ પામે છે એટલું જ નહિ પરંતુ વડના ઝાડની જેમ તુચ્છફલને પણ પામતાં નથી બહુધન વિ. બહુ સાધના (મહેનત) થી સાધ્ય હોવાથી અત્ર ભંગીમાં પણ આવતું નથી ll આમ્ર:- જેવી રીતે આમ્ર વૃધ્ધ અને સાર છે. તેમાં વૃધ્ધ એટલે બીજા ઝાડોથી વધારે શાખા પ્રશાખાનો વિસ્તાર હોવાથી વૃધ્ધ છે અને છાયા, પત્ર આદિ મંગલ રૂપ હોવાથી સારરૂપ છે વલી મંજરી (આંબાના ફૂલ) કુંપળ ફલ વિ. નો બીજા ઝાડોથી અધિક પ્રભાવ હોવાથી (સાર રૂપ છે). તેવી રીતે બીજાવાદિના વચનો છે કે - તેવા પ્રકારના મનુષ્યને ભક્ષણ કરવા માટે વિષમ એવી તે લંકા (સોનાની) એક ટકાથી પણ ગ્રાહ્ય નથી સમુદ્ર સોનાનો પર્વત અને રત્નોને પાણીમાં ધારણ કરે છે. તો પણ તે ગ્રાહ્ય નથી હે દેવ! એ પ્રમાણેના વચન વિના રત્નની ખાણો રત્ન આપતી નથી તેથી તે આંબા! સાર (સુંદર) ફલ આપનારા તારી પાસે હું માંગુ તે ઉચિત છે. તેવી રીતે સમ્યગુ દાન યાત્રા વિ. ધર્મો વૃધ્ધ અને સારરૂપ છે. તેમાં ન્યાયથી મેળવેલ ધનનું દાન તે સમ્યગદાન છે. તે જિન મંદિર, જિર્ણોધ્ધાર, જિનપ્રતિમાં તેની પ્રતિષ્ઠા, પૂજા, ગુરુ અને સાધર્મિક વિ. માં વિધિ પૂર્વક વાપરવું તે અને સમ્યગુ યાત્રા વિધિ પૂર્વક જંગમ સ્થાવર તીર્થયાત્રા, રથયાત્રા આદિ શબ્દથી બીજા પણ પ્રભાવનાના અંગ રૂપ તપ, સત્ય, શીલ વિ. ગુણો અથવા દેશવિરતિ સર્વવિરતિ આદિ ધર્મો જાતિને વિષે એક વચનનો પ્રયોગ છે. તેથી આ ધર્મ સારા એવા ધન વિ. સામગ્રીથી સાધ્ય હોવાથી અને સર્વલોકમાં ઘણી પ્રસિધ્ધિનું કારણ હોવાથી વૃધ્ધ છે અને મિથ્યા દૃષ્ટિઓને પણ જિનધર્મ વિષે બોધિનું કારણ હોવાથી તીર્થંકરપણું, ચક્રવર્તિપણું, ઈન્દ્રપણું આદિ પદરૂપ સમૃધ્ધિનું કારણ હોવાથી સાર રૂપ છે. જેમ શ્રી ભરતચક્રી, દણ્ડવીર્ય રાજા, શ્રી વિક્રમાદિત્ય, શ્રી કુમારપાળ, શ્રી વસ્તુપાલ, શ્રી ઉદયન મંત્રી શ્રી વાગભટ્ટ, શ્રી પૃથ્વીધર, આભૂ, જગસી મહુણસિ વિ. નું સમ્યગુદાન યાત્રા વિ. ધર્મ છે. હવે યથાયોગ્ય પ્રાસાદ કરાવવા, યાત્રા વિધિનો વિસ્તાર અને સાધર્મિક geesaaaaaaaanitarianissanaleBazaasBanયકમાત્રnearantinaaaaaaaaaaaaagassages taaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 287), અંશ-૩, તરંગ-૫|| BEHREEBERHuntastutiHERBERaagtaggluuuuuunagagudange હિંaaaaaaaaaaaaaa#B%aaaaaaaaaaaaa
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy