________________
હજાર સાધુને વંદન કરતાં કૃષ્ણ મહારાજા, કેવળ જ્ઞાની બનેલા ભાણેજને ભાવથી વંદન કર્મ કરતાં શ્રી શીતલાચાર્ય, મિચ્છામિદુક્કડમું આપતાં મૃગાવતી, પશ્ચાતાપ કરતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ, પાત્ર લેખના કરતાં પ્રસન્નચંદ્ર રાજાના ભાઈ વલ્કલ ચીરી, અડદનું દાન આપતાં મૂલદેવ, શ્રી સિન્ધુવાર પુષ્પોવડે શ્રીવી૨ની પૂજાના પરિણામવાળી દુર્ગતાના૨ી, જિનેશ્વરના વંદન ક૨વાના મનોરથવાળા નંદ મણિયારનો દેડકાનો ભવ, પંચ પરમેષ્ઠિ મંત્રના શ્રવણે ધરણેંદ્ર બનેલો પૂર્વ ભવનો સર્પ અને પંચ પરમેષ્ઠિનું મંત્ર સ્મરણ વિ. દ્વારા રાજસિંહ બનેલા પૂર્વભવના ભીલદંપતી, સુદર્શના બનેલી સમડી.
(૩) વડ (ન્યગ્રોધ) ઝાડ જેમ મોટું અને અસાર છે તેમાં બીજા વૃક્ષથી અધિક મૂલ, મોટી ડાળીઓ, નાની ડાળીઓ, પાંદડા વિ. થી યુક્ત વિસ્તારવાળું હોવાથી વૃધ્ધ છે અને તેના ફળો તુચ્છ હોવાથી અસાર છે. તેવી રીતે અન્યવાદિના વચન છે કે પોતાના પાંદડાઓથી આકાશને રુંધીને અને મૂલ વડે જમીનને રોધિને રે ન્યગ્રોધ ! તુચ્છ ફળને આપતો તું કેમ લજ્જા નથી પામતો ? ઈતિ મિથ્યા દાન યાત્રાદિ ધર્મ વૃધ્ધ અને અસાર છે તેમાં મિથ્યા શબ્દનો બન્ને સ્થાને સબંધ હોવાથી મિથ્યાદાન શૈવાદિ શાસ્ત્રમાં પ્રસિધ્ધ હજા૨ને જમાડવા, લાખને જમાડવા વિ. રુપ અથવા યજ્ઞાદિમાં સુવર્ણ વિ. રુપ દાન પર્વ સંક્રાન્તિ વિ. ના અવસરમાં બીજું પણ બ્રાહ્મણોને આપવા યોગ્ય ગાય, કન્યા, સુવર્ણ, પૃથ્વી આદિનું દાન અને સુવર્ણ ગાય વિ. નું દાન મિથ્યાયાત્રા ગંગા, ગોદાવરી, ત્ર્યંબકાદિ તીર્થ વિષયક આદિ શબ્દથી વાવ, કૂવા, તળાવ, પાણીની પરબ, વિ. નું ગ્રહણ તે સ્વરૂપ ધર્મ ઘણા ધનના વ્યયથી સાધ્ય, ઘણા સમુદાયના મિલનથી પ્રસિધ્ધિનું કારણ હોવા આદિના કા૨ણે વૃધ્ધ અને બીજા ભવમાં તુચ્છ ફલને એકવાર ભોગ સુખ અથવા અલ્પ ભોગ સુખ રૂપ તીર્યંચ ગતિ વિ. માં ગયેલાને આપે છે એથી અસાર છે. લાખજનોને ભોજન કરાવનાર સેચનક હાથી થયેલા પૂર્વભવનાં બ્રાહ્મણની જેમ અને દ૨૨ોજ લાખ સુવર્ણનું દાન કરનાર હાથી થયેલા શ્રેષ્ઠિની જેમ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (285) અંશ-૩, તરંગ-૫