________________
(માનતો) અથવા સંપૂર્ણ પણે જીવાદિ તત્વ નથી તેથી મોક્ષનો પણ અભાવ જ છે. એમ બોલતો તે હિંસા વિ. આશ્રવ પ્રવૃત્તિ વડે ઈચ્છાનુસાર ઈન્દ્રિયના વિષયોમાં રમતો .ઘણાં પ્રકારે કુકર્મો ભેગા કરીને નકાદિ ઘણા પ્રકારની કુયોનિમાં જન્મ મરણ આદિ વડે અનંત પુદ્ગલ પરાવર્ત ભમતો અભવ્ય કયારે પણ મોક્ષ પામતો નથી અને જો ભવ્ય હોય તો તે અનંત પુદ્ગલ પરાવર્ત કાલે પહેલા ભવ્યની જેમ ક્યારેક કોઈ રીતે સામગ્રીની પ્રાપ્તિ વડે સિધ્ધ પણ થાય છે. એટલે કે મોક્ષે જાય છે. ઈતિ પાંચમી ભવ્ય - અભવ્યની વિચારણા થઈ પા
હવે દિશાની ભ્રાન્તિ વિનાના બીજા પંગુરૂપ છઠ્ઠાનરની જેમ કોઈક ભવ્ય અને સમ્યગ્દષ્ટિ ચારિત્રાવરણીય કર્મના પ્રભાવથી તપ, વ્રત, આવશ્યકાદિ ક્રિયાને વિષે સર્વથા શક્તિવાળો હોવા છતાં યક્ષના ઉપદેશ સરિખા ગુરુના ઉપદેશ આદિથી યથાવત્ (જેવું છે તેવું) સમ્યક્તત્વમાં શ્રધ્ધાવાળો ક્રિયાની અનુમોદના વિ. દ્વારા વૈમાનિકમાં ઉત્પન્ન થઈને બાંધેલા આયુષ્યના કારણે અથવા રાજ્ય વિ. બહુ આરંભની પ્રવૃત્તિ વિ. થી શ્રેણિક, કૃષ્ણ, સત્યકી વિદ્યાધરાદિની જેમ નરકમાં ઉત્પન્ન થઈને ફરી સમ્યક્ત્વના પ્રભાવથી યક્ષવન સરિખી મનુષ્યગતિને પામીને યક્ષ સિરખા સદ્ગુરુના ઉપદેશથી ચારિત્ર, ક્રિયા વિ. ની સુંદરતા પામેલા અપ્રતિપાતિ (જાય નહિ તેવા) સમ્યક્ત્વવાળા છાસઠ સાગરોપમની અંદર, ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્તન કાલમાં મોક્ષ અને તેના સુખોને પામે છે ભોગવે છે વળી કેટલાક પ્રાપ્ત થયેલા વાહન સરખા સદ્ગુરુના ઉપદેશથી અથવા કર્મના ક્ષયોપશમથી પૂર્વભવમાં આરાધેલા સંયમના પ્રભાવથી પ્રાપ્ત થયેલી અલ્પ ભવ સ્થિતિપણાથી મરુદેવા માતા, ભરત ચક્રવર્તિ, પૃથ્વીચંદ્ર રાજા, ગુણ સાગરકુમાર, કૂર્માપુત્રાદિના દૃષ્ટાંતોથી ઉત્પન્ન થયેલા ચારિત્રના પરિણામ માત્રથી ભાવ સંયમના સ્વીકારની પ્રબલ ભાવનાના કારણે આવેલા શુક્લ ધ્યાનના પ્રભાવથી કર્મ ખપી જવાથી પ્રાપ્ત (ઉત્પન્ન) થયેલા કેવળજ્ઞાનવાળા તે જ સમયે ઘણું આયુષ્ય જોઈને દ્રવ્યભાવ ચારિત્રનો સ્વીકાર કરી અથવા થોડા સમયબાદ ગ્રહણ કરી મોક્ષની સંપત્તિને પામે છે. ઈતિ છઠ્ઠા નરની વિચારણા થઈ ૬।।
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (281) અંશ-૩, તરંગ-૪
336136at