________________
પૂજતા હતા અને જૈન મુનિ, શ્રાવકાદિના સંસર્ગ વિ. થી પશુવાત આદિવાળા હોમ વિ. ક્રિયામાં આનંદ વગરનો અર્થાત્ આનંદ નહિ માનતો પોતાના કુલને ઉચિત સ્નાનાદિ મિથ્યા ક્રિયાને કરે છે. એક વખત યાત્રા પ્રસંગે લોકોવડે સત્કાર કરાતો અભિમાનમાં આવી જવાથી નીચ ગોત્ર બાંધીને ત્યાંજ ચંડાલનો પુષ્પદંત નામે પુત્ર, કુરૂપ, કાળાવર્ણવાલો અને ગીતની રુચિવાળો થયો લોકો તેની નિંદા કરે છે. વળી તેને કોઈ કન્યા આપતું નથી. તેથી દુર્ભાગી, દરિદ્ર પોતાના કર્મની નીંદા કરતો દરરોજ ઈન્દ્રશર્માના ઘેર ગીત ગાતો ભીક્ષા માંગે છે.
એક વખત તે નગરમાં અતિશય જ્ઞાની ચંદ્ર નામના આચાર્ય આવ્યા તે કુલમરવાળા બનેલા રાજપુત્ર વિ. સ્વ શિષ્યોને પ્રતિબોધવા તેની સાથે ઈન્દ્રશર્માના ઘરે ભીક્ષા લેવાના બહાનાથી અને પુષ્પદંત વિ. ને પ્રતિબોધવા આવ્યા તેટલામાં તે વખતે ઘરના લોકો વડે નીંદા કરાતા એવા પુષ્પદંતને જોયો પછી ઈન્દ્રશર્માના મોટા પુત્ર મધુશર્મા બ્રાહ્મણને ગુરુએ કહ્યું - હે મધુશર્મન્ ! પોતાના પીતાની નીંદા, અપમાન હીલના, અવહેલના ન કર તેથી વિસ્મય પામેલો તે બોલ્યો સ્નાનાદિ ક્રિયા કરનારા મારા પિતા ચંડાલપણાને કેવી રીતે પામ્યા ? ત્યારે ગુરુએ કહ્યું હે ભદ્ર ! બાહ્ય સ્નાન વડે આંતર પવિત્રતા આવતી નથી. હવે આ વખતે યુક્તિ પ્રયુક્તિ કરી તે સાંભળતાં પુષ્પદંતને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી નિશાની વિ. બતાવવા વડે પુત્ર વિ. પરિવારને વિશ્વાસ કરાવ્યો, તે પછી ગુરુએ કહેલા ધર્મનો સ્વીકાર કરવાથી કાન્તા નામની નગરીમાં વિભુરાજાનો નંદ નામે પુત્ર થયો. ક્રમે કરીને સર્વગુણ કલાથી સંપૂર્ણ થયેલો રાજાવડે એકી સાથે બત્રીસ કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરાવાયું અર્થાત્ પરણાવાયો અને રાજ્ય પર બેસાડ્યો.
વિષય સુખમાં આસક્ત થયેલો સૂર્યોદય કે સૂર્યાસ્ત વિ. ને જાણતો નથી. એટલે કે રાત કે દિવસ વિ. ને પણ જાણતો નથી. ધર્મ તો દૂર રહ્યો ધર્મની તો વાત શી ?
એક વખત શ્રાવક ધર્મની આરાધનાથી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં ગયેલા પૂર્વભવના પુત્રે આવીને રાત્રિમાં ઘણા ઉપાયો કરીને બોધ
EaaaaષસસકરકરરરરરવBaaBaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
sease૭૭aanaBaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 279 અંશ-૩, તરંગ-૪)
laintentiagwwwalagastuttgitudinalaualifilinguillotinuaaaaaaaaaaaaaaaumi
દિitaaaaaaaaaaaaaaaaaaaaaa