________________
(મંદિર) ને પ્રાપ્ત કરીને યક્ષની આરાધના કરવા થકી તેને આપેલ વિશેષ પ્રકારના ફલ ઔષધિ વિ. થી પગ સારો થયો અને વાહન મલતાં ઘણાં વર્ષો ગયા બાદ પોતાને મન ગમતા નગરની દિશાની ભ્રાન્તિ જતાં સન્માર્ગે ચાલ્યો અને ઈચ્છિત પૂરને પામ્યો અને કરીયાણું મેળવ્યું પણl
હવે છઠ્ઠો મિત્ર તેજ રીતે બધા ચાલી ગયા જાણીને જાતે અફસોસ કરતો યક્ષના પ્રભાવથી સ્વાભાવિક દૂર થયેલી ભ્રાન્તિવાળો (ભ્રાન્તિવગરનો) ભવિતવ્યતાના યોગે (નસીબ યોગે) ઘણા અલ્પ સમયમાં પ્રાપ્ત થયેલા વાહનથી અને સારી આરાધનાથી સંતોષ પામેલા યક્ષે આપેલ વિશેષ પ્રકારના ફલ, ઔષધિ વડે સારા પગવાળો થયેલો તે એકાદ વર્ષમાં તે નગરમાં પહોંચ્યો અને કરીયાણું પ્રાપ્ત કર્યું ૬ll
ઈતિ દ્રષ્ટાંતરૂપે છે મનુષ્યની વિચારણા કરી. હવે છ નરની વિચારણાને ઘટાવે છે.
ક્ષિતિ પ્રતિષ્ઠિત પુર સરખો સંસાર, યક્ષવન સરિખી મનુષ્ય ગતિ, યક્ષમંદિર સમો સુવિહિત ગચ્છ, યક્ષસરિખા શ્રી સદ્ગ, યક્ષ આદેશ સરખો ગુરુનો ઉપદેશ અથવા જૈનાગમ ઈષ્ટ પુર સરિખો મોક્ષ અથવા સ્વર્ગ કરીયાણા સરિખા મોક્ષનું અનંત સુખ અથવા સ્વર્ગના પણ સુખ, છ માનવ સરિખા છ મોક્ષાદિની ઈચ્છાવાળા પુરુષો, દિશા મોહ સરિખું મિથ્યાત્વ, દિશા મોહ (ભ્રાન્તિ) વિનાના સરિખું સમ્યકત્વ, પગના બલ સરિખા તપ, નિયમ વિ. ક્રિયા અને તે ભ્રાન્તિવાળાને મિથ્યાત્વવાળી ક્રિયા, તપ, પારણું કન્દમૂલ (જમીન કંદ) ફલાહાર, સ્નાન, અગ્નિહોત્ર, યજ્ઞ, મિથ્યાદાન, કુગુરુ, કુતીર્થ, કુદેવ સેવા, સંધ્યા, વંદનાદિ જાણવું.
ભ્રાન્તિ વિનાનાને સમ્યક્ ક્રિયા, સમ્યક્ તપ, યમ નિયમ છ આવશ્યક (પ્રતિક્રમણ) સુપાત્ર દાન, બ્રહ્મવ્રત, તીર્થ સેવાદિ જાણવું.
હવે જેવી રીતે ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં રહેનારા છ પુરુષો કરીયાણાની ઈચ્છાથી ઈચ્છિત પુર તરફ જવાની ભાવનાથી યક્ષ વન (મંદિર)માં રહ્યા, તેવી રીતે સંસારવાસિ વૈરાગી જીવો દેવાદિગતિમાં અવનાદિ દુઃખથી ઢીલા (ભાંગી) બનેલા અને કંટાળી ગયેલા મોક્ષ સુખ અનુપમ છે. એમ જાણીને | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (275) અંશ-ર, તરંગ-૪]
કિનારાજassmans
a nanaeansuggestassagયયassages Baananશ્વરરર ચરરરરકaa%aas
કલક
laaaaaaaaaaaaaaaaaaaa
aaaaaitasakatakaણી