SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી સુ૨વનમાં જ ગણ્યા છે અથવા ગણના કરી છે. નંદનવનાદિમાં કલ્પવૃક્ષોબહુ હોય છે. અનેક પ્રકારે સર્વ પ્રાણિઓને ફલ આપનારા છે. એ પ્રમાણે ચારિત્ર ધર્મો પણ પુલાક, બકુશ કુશીલ, નિગ્રંથ, સ્નાતક વિ. વિવિધ પ્રકારનાભેદવાળા છે. શ્રાધ્ધ - યતિ - ધર્મની વિરાધના કરનારાઓનો મિથ્યાદષ્ટિ ધર્મોમાં જ સંગ્રહ હોવાથી તેઓને ગિરિવનસમા ગણ્યા છે. અને અવિરાધિત સાધુજનોને જધન્યથી પણ સૌધર્મ દેવલોકની ઋધ્ધિના સુખના ફલને આપે છે. પ્રાયઃ ક૨ીને શ્રાવક ધર્મવાળાને જઘન્ય સુખ મલે છે. તેનાથી અધિક સુખ સાધુને જઘન્યથી હોય છે. (મલે છે.) દા.ત. પૂર્વભવમાં વર્ધમાન આયંબીલ તપ કરનાર સાધુ પોતાના તેજથી અલ્પ એવા સર્વ સૌધર્મેન્દ્રની સભા સમૂહના તેજને પણ હણનાર બને છે. જેમકે બીજા દેવલોકથી આવેલા દેવ વિ. ની જેમ. બારમા દેવલોક, ત્રૈવેયકાદિના સુખો મધ્યમ જાણવા, સાંસારિક ઉત્કૃષ્ટ સુખો અનુત્ત૨વાસિ દેવોના જાણવા અને સંસારથી પર મોક્ષફલને આપે છે. તેથી તે બધા ઉત્તરોત્તર આરાધવા યોગ્ય છે. અત્ર ગતિસંગ્રહની ગાથા. मुच्छिमनिरिभवणवणे, पणिदि सहसारिमिच्छनरवंभे । अच्चु अ सड्डअभव्वा, गेविज्जे मुणि सिवे धम्मा ||१|| પોતાની બનાવેલી આ ગાથાનો કાંઈક અર્થ (વ્યાખ્યા) કરે છે ઃ સંમુર્ચ્છિમ તિર્યંચોને પહેલું જ ગુણસ્થાનક જ હોવાથી મિથ્યા તપ, ક્રિયા વિ. ના કારણે અથવા અકામ નિર્જરાદિના કા૨ણે ઉત્કૃષ્ટથી ભવનપતિ અને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે. પ્લયોપમના અસંખ્યભાગવાળા આયુષ્યમાંજ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યોતિષિકાદિમાં નહિ કારણ કે તેઓનું જઘન્યથી પણ પલ્યોપમના આઠમા ભાગનું આયુષ્ય હોવાથી તેમાં ઉત્પન્ન થાય છે. (ભવનપતિ, વ્યંતરમાં) સંમુર્ચ્છિમ તીર્થંચ કરતાં મિથ્યાત્વી ગર્ભજ તીર્થંચ પંચેદ્રિય પાંચમા બ્રહ્મદેવલોક સુધી જાય છે. ત્યાંથી આગળ (નહિ જઈ શકતા હોવાથી) ગતિનો અભાવ હોવાથી. જાતિસ્મરણ વિ. ના કારણે અથવા જ્ઞાની પુરુષોના ઉપદેશ વડે બોધિ (સમ્યક્ત્વ) પ્રાપ્ત કરેલાઓ જૈન તપ, ક્રિયા વિ. કરવા થકી ઉત્કૃષ્ટથી અંશ-૩, તરંગ-૨ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 254 03/
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy