________________
પ્રકારે જ્ઞાનાદિ ગુણ તેજ ને પોતાના વર્ગમાં જ જાતે તત્ત્વ બોધના પ્રકાશના તેજને પ્રસારે છે (ખુલ્લો કરે છે, અને બીજાને ધર્મઅધર્મ વિ. અર્થનો પ્રકાશ કરે છે. અને ધર્મ કર્મ ને વિષે પ્રવૃત્તિને કરે છે. પરંતુ બીજા વર્ગ વિ. માં તે કરતાં નથી તેવા પ્રકારના ઘરની દિવાલ, ભીંત વિ. સરખા જ્ઞાનાવરણાદિ કારણ રૂપ ચતુરાઈનો અભાવ હોવાથી બીજા વર્ગમાં પ્રકાશક બનતા નથી. એ પ્રમાણે પોતાને અને બીજાને અલ્પ પ્રકાશ કરનારા છે. (૪)
ગિરિ પ્રદીપ - શિખર પર રહેલો તેવા પ્રકારનો મોટો, વાટ વિ. થી યુક્ત દીપક પૂર્વે કહેલા દીપથી અધિક્તર તેજવાળો ઘણા યોજન સુધી પોતાને પ્રકાશે છે અને બીજાને ઘણા પદાર્થોનો પ્રકાશ કરે છે. અર્થાત્ બતાવે છે. તેવી રીતે કેટલાક ગુરુઓ વિશિષ્ટ પ્રકારના જ્ઞાન, ક્રિયાદિ પ્રભા વડે પોતાના સમુદાયમાં અને બીજાના સમુદાય આદિમાં પ્રસિધ્ધિને ધારણ કરે છે. પોતાના શિષ્યોને અને સાથે બહારથી અભ્યાસાર્થે આવેલાઓને આગમના અથ બતાવનારા હોય છે. અને ઘણા ભવ્ય જનોને ધર્મક્રિયાની પ્રવૃત્તિના કારણરૂપ ધર્મમાર્ગને બતાવવા વડે સ્વપર ઘણા પ્રકાશક છે. ઈતિ (૫).
(૬) ગ્રહ -શુક્ર આદિ ગ્રહો જેવી રીતે વિશેષ પણે સ્વયં પ્રકાશક છે. અને તે ચરાચર જગતમાં જણાય છે. પરંતુ સમસ્ત પદાર્થોને ઝાંખા બતાવે છે. તેથી તે તે ક્રિયા કરનારા હોવા છતાં પણ તેવી રીતે પ્રકાશક થતા નથી. તેવી રીતે કેટલાક ગુરુઓ નિર્મલ ક્રિયાદિ ગુણ પ્રભા વડે ચરાચર જગતમાં પ્રસિધ્ધિ ને પામેલા હોય છે. પરંતુ આગમના સંદેહ રૂપી અંધકાર વાળા અને અસ્પષ્ટ આગમના અર્થનું જ્ઞાન ધરનારા હોય છે. (અર્થાત્ આગમના અર્થને સંપૂર્ણ રીતે બતાવનારા હોતા નથી, તેથી કરીને જ બીજાને તેવી રીતે ધર્મમાં પ્રવર્તાવનારા હોતા નથી પરંતુ પહેલા કહેલ તેના કરતાં અધિક પણે પ્રકાશનારા છે.... (૬)
કેટલાક ગુરુઓ વળી ચંદ્રની જેમ સ્વપર પક્ષને વિષે શીતલ છતાં સૌમ્ય પ્રકૃતિવાળા, કિરણોના વિલાસ વડે જગતના પણ મિથ્યાત્વ કષાયાદિ તાપને દૂર કરનારા, ચારે દિશાઓમાં વિતરિત નિર્મલ કીર્તિ યુક્ત ચાંદનીથી ભરેલા દેવોથી પણ અધિક અમૃત દાન આપનારા સ્વલ્પ શંકારૂપી અંધકારવાળા
9999-9-9-899.PReggg
S RAERRRAAARRRRRRRRRRRRB388BBBBBBBBBBRSBOROBBS
gaaaaaaaaaaa88888833888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 234) અંશ-ર, તરંગ-૧૬,
ensuસEenauદga૩-age