SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ I બલભદ્ર મુનિની કથા | પલ્લીપુરીમાં શ્રી યશોભદ્રસૂરિને આચાર્ય પદવી આપવાના અવસરે થાવતજીવ (આજીવન) આઠ કવલથી આયંબીલ કરીશ એ પ્રમાણે પૂર્વે કરેલા અભિગ્રહવાળા એક વખત અંડીલ ભુમિએ જતાં વર્ષાદ આવતાં સૂર્ય ભવન (મંદિર) માં ગયા તેમાં તપ પ્રભાવથી પ્રત્યક્ષ થયેલા સૂર્યદેવે વરદાન માંગવાનું કહ્યું ત્યારે વરદાન માંગવા ને નહિ ઈચ્છતા પોતાના ઉપાશ્રયમાં આવેલા એવા તેમને બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા તે સૂર્યદેવે સર્વ જીવને જોવા માટેની અંજનની દાબડી અને દિવ્ય પુસ્તક આપ્યું. સૂરિને પુસ્તક વાંચવા માત્રથી જ પરંપરા સિધ્ધ થઈ (વિદ્યા પ્રાપ્ત થઈ) પછી આ વિદ્યા પાછળની પ્રજાને માટે અયોગ્ય છે એમ વિચારીને બલભદ્ર મુનિને બોલાવીને આ પુસ્તક ઉઘાડીશ નહિ એ પ્રમાણે કહીને તેના હાથે તે પુસ્તિકાને સૂરિએ સૂર્યમંદિરમાં મૂકાવી. પરંતુ ગુરુનો નિષેધ હોવા છતાં પણ પુસ્તિકાને ખોલી પરંપરાના ત્રણ પાના કાઢયા. એક વખતે ગુરુજી Úડીલ ગયા ત્યારે પરીક્ષા કરવા માટે બકરીની વિષ્ટાની લીંડીઓ ભેગી કરીને બકરીની વિદ્યામૂકી કે તરત જ બધી લીંડીઓ બકરી બની ગઈ તેટલામાં જ ત્યાં ગુરુ આવી ગયા. આ પ્રમાણે બકરીઓને જોઈને ઠપકો આપ્યો. પછી જીવ રક્ષાને માટે ઉપદેશ આપીને બીજા સ્થાને વિહાર કરી ગયા. ત્યારબાદ બલભદ્રમુનિ અવ્યક્ત વેષમાં પર્વતની ગુફામાં રહીને બકરીના વંદને ઘાસ ચરાવતા તેની લીંડીઓ વડે હોમ કરે છે. અનુક્રમે તેમને ઘણી વિદ્યા સિધ્ધ થઈ. એક વખત શ્રી રૈવતગિરિ (ગિરનાર) તીર્થને બૌધ્ધ લોકોએ ગ્રહણ (કન્જ) કર્યું ત્યાંના રાજાને અને રાણીને બૌધ્ધ લોકોએ પોતાના ઉપાસક બનાવ્યા તે રાજાએ શ્વેતાંબરોને તે તીર્થમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો એક વખત શ્વેતાંબરના ૮૪ ગચ્છો – સંઘો ભેગા થયા પરંતુ બૌધ્ધ થઈને દેવને વાંદવા એ પ્રમાણેની રાજાની આજ્ઞાથી ખીન્ન - નારાજ થયેલા તેઓએ એક | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 228) અશ-૨, તરંગ-૧૨|| રરર૩%aataawaa nયારવાર કરવાથaggggBaaaaaaaવયાશ્વથડ્યુessa reatenataaaaaaaaaaaaeeeeeeeeeeeeeeeeepયાણાનું Battsuzligulataawયા @āgaaiaealutatashataaaaaaaa gwadgtugustBalurghatangpudala
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy