SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) શ્રત (૨) ચારિત્ર (૩) વચન અને (૪) અતિશયે કરી એક, બે, ત્રણ અને ચાર યોગે કરી સોલ પ્રકારે છે. પદની ઘટના પૂર્વની જેમ વિચારવી માત્ર તીર્થ = મહિમાથી યુક્ત જિન પ્રાસાદાદિ રૂપ તેને તીર્થ કહેવાય છે. અહીંયા કૃતાદિ ૪ પદો છે અને તેનો ચાર રીતે વિસ્તાર કરતાં સોલ પ્રકારે થાય છે. તેમાં ચારમળીને એક, ત્રણમળીને ચાર, બે મળીને છે, એક એક મળીને ચાર અને ચારના અભાવે એક એમ સોલભાંગા થાય છે. હવે તેનો જ વિચાર પશ્ચાનુપૂર્વિથી (છેલ્લેથી) કરે છે. જેવી રીતે કેટલાક પર્વતો જલ - ફલ - છાયા અને તીર્થથી રહિત હોય છે. અને તે માત્ર પોતાના આશ્રિતોને કલેશ (દુઃખ) ને આપનારા હોય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ શ્રત (જ્ઞાન), ચારિત્ર, ઉપદેશ અને અતિશયથી રહિત હોય છે. અને તેઓ પોતાના આશ્રિતોને કુમાર્ગનો ઉપદેશ આપવા વડે ઉર્દુ ભવ રૂપી સમુદ્રમાં ડુબાડવા વડે એક માત્ર કલેશ (દુઃખ)ને આપનારા થાય છે. (બૌધ્ધ શૈવાદિ – દર્શનની જેમ) કારણ કે તેઓના આગમો સર્વશે કહેલા નથી. અસર્વ કહેલો હોવાને કારણે યુક્તિ યુક્ત ન હોવાથી સમ્યકજ્ઞાનવાળા નથી. તેઓના પ્રણેતાનું રાગ દ્વેષાદિથી યુક્ત હોવાથી અસર્વજ્ઞ પણું સિધ્ધ જ છે. અને તેઓના કહેલા આગમને વિષે પણ જે કાંઈ યુક્તિ દેખાય છે. તે સર્વ જિનેશ્વર પ્રભુ પ્રણિત આગમ રૂ૫ સમુદ્રના જ બિંદુઓ છે. તેથી કહ્યું છે કે:- શ્રી જિનધર્મની પ્રાપ્તિબાદ જૈન - શૈવાદિ સકલ દર્શનના આગમના સ્વરૂપને જાણનારા ધનપાલ પંડીતે (કવિએ) શ્રી ઋષભદેવની સ્તુતિને વિષે કહ્યું છે કે અર્થાત્ ગાયું છે કે :- યુક્તિ વગરના પરમતના સિધ્ધાંત જે વચન વડે યશને પામે છે. તે તમારા આગમ રૂપી મહાસાગરના થોડા સારભૂત બિંદુઓ છે. ll૧|| સમ્યગુજ્ઞાન મૂળ હોવાથી તે વિનાના ચારિત્ર અને ઉપદેશ હોવાથી તેઓને ચારિત્ર અને ઉપદેશ નથી. અતિશય પણ તેઓને નથી. તેઓને અતિશય (પ્રભાવ) પણ નથી કારણ કે તે પણ મિથ્યાત્વને વધારવામાં એક તત્પર સમ્યક્ ધર્મને વિજ્ઞભૂત હોવાથી અતિશય પણાનો gazebruપીયકક્ષા સસસસ timજિhir BARRAS nrnaaspaasaag: 8a888888888888888884gasa | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૨, તરંગ-૧૫| ilaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy