________________
(૫) આર્તગવેષણતા :-ઔષધાદિવડે દુઃખથી પીડાતા પર ઉપકાર કરવો. (૬) દેશકાલજ્ઞતા :- અવસ૨નું જાણપણું હોવું.
(૭) સર્વાર્થેષુ અપ્રિતિ લોમતા :- સર્વ વિષયને વિષે અનુકુળ બનવું. એ પ્રમાણે પ્રાક્ષિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. (વિનયીના સર્વ વિષયને વિષે અનુકુલ રહેવું. એટલેકે વિનય કરવા યોગ્ય વ્યક્તિને સર્વ રીતે અનુકુલ રહેવું.)
ભક્તિ, બહુમાનાદિ, આન્તર્વિનય અને સત્કાર.
સન્માનાદિ બહિર્વિનય, આ જ્ઞાનાદિ અને વિનયાદિ ગુણો વડે સત્ અને અસત્ વડે અન્તઃ સારાસારપણું તપ ક્રિયાદિ અને બહિ ર્વિનયાદિ બહિર્ગુણો વડે સત્ અને અસત્ વડે બહિ : સારાસાર પણું મુનિને આશ્રયીને જાતે જ વિચારી લેવું. ॥ ઈતિ II
શ્રાવકોને પણ આશ્રયીને આજ ચતુર્થંગી પૂર્વની જેમ ક૨વી માત્ર શ્રાવકોને વિષે સમ્યક્ત્વાદિ ગુણો વડે કરીને અન્તઃ સારતા, ધન, પ્રભુબહુમાન સુપાત્રાદિ દાન, શાસન પ્રભાવનાદિ પુણ્ય કર્મવર્ડ અને બહિર્વિનયાદિ વડે બહિ : સા૨૫ણું કહેવું.
સામાન્યથી જીવોને આશ્રયીને પૂર્વની જેમ જ આ ચતુર્થંગી યોજવી અર્થાત્ કહેવી માત્ર તેમાં દેવગુરુની ભક્તિ, સત્ય, સાહસ, વિવેક, વિદ્યા, વિજ્ઞાન (વિશેષ જ્ઞાન), સદાચાર, સદ્ગુધ્ધિ, ગાંભીર્યાદિ વડે અન્તઃ સા૨૫ણું અને સમૃધ્ધિ, જન પ્રસિધ્ધિ પાત્રાદિદાન, પ્રભુ બહુમાન, પૂજાદિ વડે બહિ:સારત્વ જાણવું. એ પ્રમાણે બધે યથા યોગ્ય દષ્ટાંત કહેવા - ઉતા૨વા - યોજવા ઈતિ.
એ પ્રમાણે હે ચતુરજનો ! ગુર્વાદિચારના વિષયમાં ઘણા (ચાર) પ્રકારના ભાંગાને જાણીને અયોગ્યના પરિહાર વડે (ત્યાગ કરીને) વિશેષ પ્રકારે મોહના ઉપ૨ જય રૂપી લક્ષ્મી મેળવવા માટે પ્રયત્ન કરો......
।। ઈતિ દ્વીતીય અંશે ત્રયોદશઃસ્તરંગઃ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (219 અંશ-૨, તરંગ-૧૩