SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. ની જેમ વળી આવા પ્રકારના સદ્ગુરુનો સંયોગ અતિશય ભાગ્યથી પ્રાપ્ત થાય છે. ઈતિ ૪ ચોથો ભાંગો. હવે આ ચતુર્ભગી સામાન્યથી જીવોને આશ્રયીને વિચારે છે. તેમાં જીવોના દોષો કયા છે તે કહે છે. બ્રાહ્મણ, સ્ત્રી, ગાય, ગર્ભાદિની હત્યા કરવાપણું, કરેલા ઉપકાર પર અપકાર કરવાપણું, વિશ્વાસ ઘાતીપણું, અસત્ય બોલવા પણું, ચોરી કરવા પણું, અસદાચારીપણું, દ્રોહ કરવાપણું, અભક્ષ્ય, અપેય, અયોગ્ય ગમન વિ. સ્વકુલ વિરુધ્ધ, રાજ વિરુધ્ધ આદિ કરવા પણું, દેવ, ગુરુ, દ્રવ્યાદિનું ભક્ષણ, ચોરવાપણું વિ. મોટા દોષો કહ્યા છે. કારણ કે.... એમાંનો એકપણ દોષ બધા પ્રકારના ગુણોનો નાશ કરે છે. વિષ્ટાના લેશ પણ સંસર્ગવાળા ગંગાના નિર્મલ જલથી ભરાયેલો કળશ જેમ અનુપયોગી બને છે. તેવી રીતે દોષને સેવનારા મનુષ્યો અહીંયા એટલે કે આ લોકોને વિષે પણ જ્ઞાતિથી બહિષ્કૃત થાય છે. રાજા વડે નિગ્રહિતાને પામે છે, ઈન્દ્રિયોનો છેદ, અર્થની હાનિ, દેશ નિકાલ, કોઢ વિ. રોગ આદિ દુઃખોને પ્રાપ્ત કરે છે. વળી એ પ્રમાણે પરલોકમાં નરકના ઘોર ભંયકર દુઃખો પ્રાપ્ત કરે છે. કંઈક નિર્દયપણું, ક્રોધ, માન, માયા, લોભ મદ-મત્સર (ઈર્ષા) કંજુસાઈ, કૂરપણું અને કુવ્યવહારપણું વિ. પહેલાં કહેલા દોષોથી નાના દોષો છે વળી ગુણો દયા, સત્ય, નિર્લોભપણું, ક્ષમા, ઈન્દ્રિયોનું દમન, નમ્રતા, સરળતા, દેવ ભક્તિ, ગુરુ ભક્તિ, સદાચાર, સંતોષ, વિવેક, વિનય, વિશેષજ્ઞપણું, ગાંભીર્યતા, ચાતુર્યતા, ઔદાર્યતા વિ. ગુણો છે. અને એમાં સદાચાર, સત્ય, ઔચિત્ય, દાનાદિ ગુણો મોટા છે. કારણ કે તેમાંનો એક પણ ગુણ સો દોષો ને પણ હણે છે.....ઢાંકી દે છે. કહ્યું છે કેઃ- એક બાજુ એક ઔચિત્ય ગુણ અને બીજી બાજુ ક્રોડો ગુણ હોય તો પણ ઔચિત્ય ગુણ છોડી દેતા કોટિ ગુણો પણ વિષપણાને પામે છે. Tલા. વળી કહ્યું છે કે – એક જ વિવેકરૂપી તેજ કિરણે મોટા પણ દોષો શિધ્રતયા નાશને પામે છે સિંહની એકજ ગર્જનાથી હાથીઓનું ટોળું નાશી. Be D e greeggrgRRRRRRRRRRRR [ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (0અંચન, તરંગન] s sssssssssssssssessessmentដងណងដងអាន નાકર finititistisittitutilitiણાઇERBB%aauuuuuuuuuuuuuuuuuuuuugu hadada #Baa BaaBBBકaBaaBHBHaBhaththing
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy