________________
દારુણ દુઃખને પામે છે આથી આ બીજું દૃષ્ટાંત (શિયાળાનું) દૂરથી છોડવા યોગ્ય છે. રા/
ઈતિ (૩) મર્કટ :- એટલે વાનર બન્ને એકજ અર્થવાળા છે. તે તેવા પ્રકારના ફલાદિનો અનીંદનીય આહાર કરનારા છે. અને સ્વભાવથી ચિત્ત ચંચળવાળા જડ તથા સ્વલ્પ સત્વવાળા હોય છે. આ પૂર્વે વર્ણન કરેલા સ્વરૂપવાળા સિંહે ઉલ્લંઘન કરેલી કોઈક નદીને શક્ય હોય તે રીતે બહુ જલવાળી શાખા (ડાળીઓ) થી ભરાયેલા તટ પર રહેલા વૃક્ષની શાખાદિને અવલંબનના બળ વડે (અવલંબીને) કુદકા પૂર્વક કોઈપણ રીતે તે નદીને પોતે ઉલ્લંઘે છે. પરંતુ તે બીજાને ઉલ્લંઘન કરાવવામાં સમર્થ નથી તેવી રીતે કેટલાક ગુર્વાદિની પરતંત્રતા વડે નિર્દોષ આહારની ઈચ્છાવાળા પણ અલ્પસત્વ, અલ્પજ્ઞાન, વિષય કષાયરૂપ પ્રમાદ વડે ચંચળ બનાવેલ ચિત્તવાળા હોવાના કારણે જ સમ્મસંયમ ક્રિયામાં જોઈએ તેવો ઉપયોગને ધરતા નથી.
સ્તુતિકાર કહે છે કે - ક્ષણવારમાં આસક્ત, ક્ષણવારમાં નિરાસક્ત ક્ષણમાં ક્રોધી, ક્ષણમાં ક્ષમાવાન આવા પ્રકારનું વાનર જેવું ચાપલ્ય (ચંચળપણું) મોદાદિ ક્રિયા (રમત) વડે મેં કર્યું છે તે પણ તેવા પ્રકારના સારણા, વારણાદિ સાવધાન રૂપ મોટી શાખા (ડાળી)ઓથી વિસ્તારવાળા કિનારા પર રહેલા તરુ સમાન સદ્ગુરુના સહાયરૂપ બલથી કોઈપણ રીતે ભવરૂપસાગરને ઉતરે છે. પરંતુ બીજાને ઉતારવા માટે શક્તિશાળી બનતા નથી. યુગ પ્રધાનશ્રી કાલિકસૂરિના શિષ્યાદિના ઉદાહરણો અહીંયા વિચારવા અથવા જેવી રીતે વાનરો સ્વભાવથી ચપલ, પ્રમાદી અને લોક પ્રસિધ્ધ ઉદાહરણ વડે સુગ્રીવાદિ બીજાના ઘર (માળા) ને ભાંગવામાં જ સમર્થ હોય છે. પરંતું બનાવવા વિ. માં સમર્થ નથી બનતા તેવી રીતે કેટલાક અવહેલના, કલહ, ઈર્ષાદિ વડે જિન શાસનના મહિમાનો ધ્વંસ જ કરે છે. પરંતું વૃધ્ધિને કરતા નથી. તેથી બીજાના બોધિ બીજના નાશના કારણ થવા વડે પોતાના પણ બોધિબીજનો તેઓ નાશ કરે છે.
કહ્યું છે કે - દેવ દ્રવ્યનો નાશ, સાધુનો ઘાત, પ્રવચનની અપભ્રાજના (અવહેલના) સાધ્વીના ચતુર્થવ્રતનો ભંગ બોધિના મૂલમાં અગ્નિ સમાન છે.
Adastaaaaa:*
ઉsaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
રત્નાકર
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ14 અંશ-ર, તરંગ-૦]
, તરંગ-૭
Ret-BRRRIAGE-HERE વીર :
is
egestrikethirt 1}
Healt14503ER A