________________
હોય છે. આ પ્રમાણે પિતાના દૃષ્ટાંતની વિચારણા થઈ.
માતા :-માતા પણ પિતાથી પણ અધિક્તર એકાન્તે અંતરમાં વાત્સલ્યને ધરનારી હોય છે -ધરે છે.
કહ્યું છે કે :- અમૃત, મધ, ચંદ્રની જ્યોત્સના (ચાંદની) દ્રાક્ષ અને શર્કરા વિ. માંથી બ્રહ્મા-વિધાતા એ સાર ગ્રહણ કરીને માતાનું હૃદય બનાવ્યું છે. વિવિધ પ્રકારની લાલચ આપવા થકી અનુકુલ આચરણ કરવા થકી અને શામ, દામ, દંડ અને ભેદ વિ. સેંકડો ઉપાયો વડે પુત્રને શિક્ષા (શીખામણ, સંસ્કાર) આપે છે. શ્રેષ્ઠિ પુત્ર કમલના પ્રતિબોધક ત્રીજા આચાર્યની જેમ તે આ પ્રમાણે :
શ્રેષ્ઠિ પુત્ર કમલનું દૃષ્ટાંત
શ્રીપુર નગરમાં પરમ સભ્યદૃષ્ટિથી યુક્ત શ્રીપતિ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને કમલ નામનો પુત્ર હતો. પરંતુ તે ધર્મથી પરાંગમુખ નિર્લજ્જ, વ્યસની અને ગુરુના દર્શનને પાપ માનનારો હતો. સાધર્મિકોને સર્પની જેમ માની તેમના ઉપર દ્વેષ કરનારો, દેવાધિદેવની સ્તુતિના પાઠને શોકથી આક્રંદ કરનારાની જેમ માનનારો, ધર્મના વિષયમાં ઘણા પ્રકારની પિતાની શિક્ષા રાખમાં ઘી હોમવા બરાબર હતું બધી રીતે નાસ્તિક, ખરાબ વચન બોલનારો નિરંકુશ, ગર્જના કરતો નગરમાં ફરતો હતો. એક વખત શ્રી શંકરસૂરિનું ત્યાં આગમન થયું ત્યારે શ્રેષ્ઠિએ પુત્રની વાત કરી અને પછી ગુરુની પાસે કમલને મોકલ્યો ગુરુએ ઉપદેશ આપ્યો અને પૂછ્યું હે વત્સ ! કંઈક જાણ્યું ? શું જાણ્યું ?
કમલ ઃ- ના કંઈ પણ નથી જાણ્યું
શું કારણ ?
ગુરુ
કમલ :- કથાદિ ને કહેતાં એવા આપના મેં હાડિયાને ૧૦૮ વાર ગણ્યો અને પછી ચમર – મેરુ - તોમરાદિ કેટલાક, શબ્દો પણ ગળી જતા હોય તેમ
-
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (161) અંશ-૨ તરંગ-૬