SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તો અડધી ક્ષણ સુધી ચમકતી રહી શકે છે. આવી ધમણ જેવા દુર્ગધીવાળા નારી દેહને તત્ત્વના રસિક પુરુષો પણ પત્નીની બુધ્ધિથી આલિંગન કરે છે. સ્તવે છે. નમન કરે છે, ત્યારે કોની પાસે જઈ પોકાર કરવો ? સભાપૂરી (બરખાસ્ત) થઈ ત્રણ દિવસમાં જ રાજાએ માતંગી (ચંડાલણી) ની સાથે હું અહીંયા રહીશ એવી બુધ્ધિથી નગરની બહાર એક મહેલ બનાવરાવ્યો તે વાતને શ્રી બપ્પભટ્ટગુરુએ જાણી. પછી રાજા આ કુકર્મથી નરકમાં ન જાય એવા હેતુથી ગુરુએ દયા લાવી બનતા એવા મહેલની બાર શાખ પર રાત્રિએ ખડી (ચોક) થી પ્રતિબોધક કાવ્યો લખ્યા તે આ પ્રમાણે તે જળ ! ખરેખર શીતલતા એ જ તારો ગુણ છે. તારામાં નિર્મલતા સ્વાભાવિક છે. તારી પવિત્રતાની તો શી વાત કરીએ કારણ કે તારા સંગથી બીજા પણ સ્વચ્છતા અને પવિત્રતાને પામે છે. તું દેહધારીઓને માટે જીવન રૂપ છે. આથી તારી વધારે સ્તુતિ શું કરીએ ? હે નીર ? જો તું નીચા ઢોળાવવાળા માર્ગે જાય છે. (નીચ માર્ગ પસંદ કરે છે, તો તેને રોકવા કોણ સમર્થ છે. सवृत्तसद्गुणमहार्घमहार्हकान्त, હે હાર ! તું સદ્ વૃત્ત (વર્તન પક્ષે ગોળાકાર) યુક્ત છે, સદ્ગણ (પક્ષે સારા દોરા)વાળો છે. મોટા અર્થવાળો, મહામૂલ્યવાન છે. મનોહર યુવતીઓના કઠીન સ્તનપ્રદેશ ઉપર રહીને શોભી રહ્યો છે. ! * આવો તું એક પામર નારીના કઠીન કંઠમાં પડીને આમ-તેમ અથડાઈને તુટી જઈશ ! અરેરે તેં હારની ગુણવત્તા નષ્ટ કરી નાંખી ! જીવન જલ બુંદ સમ છે. સંપત્તિ જલ તરંગ જેવી ચંચળ છે. પ્રેમ સ્વપ્ન જેવો છે એ તું જાણે છે. માટે હે ભદ્ર ! યોગ્ય લાગે તેમ તું કર ફl. જગમાં જે કારણથી કુળ લજ્જા પામે છે. જેનાથી નિકુલની પરંપરા મેલી થાય છે. એવું કંઈ પણ કુલીન પુરુષોએ પ્રાણ કંઠે આવી જાય તો પણ કરવું નહિ જો ; આ પ્રમાણે લખીને બપ્પભટ્ટ ગુરુ પોતાને સ્થાને ચાલી ગયા. પ્રભાત ભાવ રાવજયરnanandarananકરવાવાયયયયયસચરાચરચાર ચારચયરઝકરિયર રરરરરરર રરરીશ હાસકકાવટઢશકચ્છક સરવરટટટટટટટટટટટ કરાર IT ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 146) અંશ-ર, તરંગ-૬ || શિataaaaaaaaaaaaaaaaaaaazફ્ટવકક્ષદ શી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy