________________
તેઓ કાન્યકુન્જ (કનોજ) નગરમાં આવીને રાજાને મળ્યા અને ગુરુજીએ કહેલો સંદેશો કહ્યો.
રાજા ખૂબ ઉત્સાહ પૂર્વક ઝડપભેર ઊંટ પર બેસીને નિઃશંક ગોદાવરીના કાંઠે એક ગામમાં આવ્યો તેના પાદરે (સીમાપ૨) ખંડીયેર જેવા થયેલ દેવકુલમાં રાત્રિએ વાસ કર્યો ત્યારે તેના રૂપમાં મોહિત થયેલી તે મંદિરની દેવીએ તેને પ્રાર્થના કરવા પૂર્વક તેની સાથે રતિ ક્રિડાકરી, સવાર થતાં તેને પૂછ્યા વગર જ ઊંટ ઉપર બેસીને તે આમરાજા ગુરુની પાસે આવ્યો અને વિરહ ને બતાવતાં કાવ્યો વડે સ્તુતિ કરી. પછી શ્લોકનો અર્ધો ભાગ બોલ્યા
એક રાત્રિનો કેવો પ્રેમ ? જેથી આજે પણ તેણી યાદ આવે છે. “ગુરુએ શ્લોકની પૂર્તિ કરતાં કહ્યું કે - “ગોદાવરીના કાંઠે ખંડીયેર મંદિરમાં જેવી રીતે વિસામો લીધો હતો. (રહ્યો હતો, આ રીતે સમસ્યાની પૂર્તિ સાંભળી ખુશ થયેલા રાજાએ શાસ્ત્ર વાર્તા આદિ કરીને બાકી રહેલો દિવસ પસાર કર્યો. સવારે સ્થગીધર - (પાનદાની ઉપાડનાર) નો વેષ ધારણ કરીને આમ રાજા અને સૂરિજી ધર્મરાજાની સભામાં આવ્યા. આમ રાજાએ કરેલી વિનંતી ને (ગુરુજીએ) ધર્મરાજાને બતાવી તે વિરહવેદના વાંચીને દૂતને પૂછયું તારો રાજા કેવો છે ?
તેણે કહ્યું - આજ સ્થગીધર (છડીદારો સરખો જ તેને (રાજાને) જાણો હાથમાં બીજોરૂં ધારણ કરેલા તે સ્થગીધરને સૂરિજીએ પૂછ્યું તારા હાથમાં શું છે. ? ત્યારે તેણે કહ્યું આ બીજરાજ-બીજોરૂ છે. સ્પષ્ટ દેખાય છે. દૂતે આઢકી પત્ર (તુવેરનું પત્ર) બતાવતાં તે સૂરિજી પહેરેગીર (વેષ ધારી રાજા) ને આગળ કરીને બોલ્યા. આ દૂઅરિ પત્ર છે. (શત્રુ) આ પ્રમાણે દ્વીઅર્થી ભાષા કહેવા છતાં પણ સરળ એવા ધર્મરાજા સમજ્યા નહિ. ત્યાંથી આમ રાજા ઉઠીને વેશ્યાને ઘરે રહ્યા. તેને ઘણી કીસ્મતવાળું એક કંકણ આપીને. સવારે તેના ઘરમાંથી બહાર નીકળી ગયા અને બીજું કંકણ રાજાએ મહેલના દરવાજાના આંગળીયા (હાલગરા) માં મૂકીને ત્યાંથી નીકળી ગયા અને બહાર ગુપ્ત રીતે વનમાં રહ્યા પછી પ્રભાત થતાં ગુરુએ ધર્મરાજાની સભામાં જઈને કાન્યકુબ્ધ જવા માટે રાજાની રજામાંગી ત્યારે તે રાજાએ કહ્યું કે
aBangasaણ્યaaaaaaaaaansusannaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaasanષ્મણ્યક
Bagasaaaaaawaaaaaaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 144)અંશ-ર, તરંગ-૬ |
ઇaaneggeacasasaha.kaalsauડાડEવવાર:B:કવવસરાફર