________________
એક વખત આમ રાજાએ પુરોહિતના કહેવાથી પહેલાં જ્યાં સિંહાસન હતું (તેને હટાવીને) ત્યાં ગુરુ માટે બીજું સમાન્ય આસન મૂકાવ્યું ત્યારે રાજાને પ્રતિબોધ કરવા માટે સૂરિજીએ કહ્યું “વિનય રૂપી શરીરના નાશક સર્પ સમાન માનરૂપી ઉન્મત્ત ગજના અભિમાનને ચૂરી નાંખ જેના સરખો જગતમાં કોઈ ન હતો તેવો રાવણ પણ અભિમાનના કારણે નાશ પામ્યો એ સાંભળીને ગર્વનો ત્યાગ કરી રાજાએ ફરીથી કાયમને માટે સિંહાસન મુકાવ્યું.
એક વખત રાણીનું મુખ કરમાયેલું જોઈને રાજાએ તેની સમસ્યા સૂરિજીને
પૂછી.
હજુ પણ તે કમલમુખી પોતાના પ્રમાદથી દુઃખી થાય છે.” સરસ્વતી જેઓને સિધ્ધ છે. તેવા તે સૂરિજીએ કહ્યું કે વહેલા જાગેલા તારા વડે જેણીનું અંગ ઢંકાયું માટે. વળી એક વખત ચાલતી એવી પટ્ટરાણીને પગલે પગલે જાણે વ્યથા અનુભવતી ન હોય તેવી જોઈ રાજા બોલ્યો “ચાલતી એવી બાલા ડગલે ડગલે ક્યા કારણથી મુખ મચકોડે છે”
સૂરિજીઃ- “અવશ્ય તેણીના ગુહ્ય ભાગમાં નખ પંક્તિને કંદોરો ઘસાતો હશે તે સાંભળીને રાજાનું મુખ ઉદાસીન થઈ ગયું. અને ગુરુ એવા સૂરિજી પર જે માન – આદર હતા તે તેના હૃદયમાંથી નિકળી ગયા. તેવા પ્રકારનો આદર વિનાનો તેને જોઈને ગુરુજી ઉપાશ્રયે આવી કાંઈક બહાનું બતાવીને દરવાજાના દ્વાર પર કાવ્ય લખીને વિહાર કરી ગયા. સૂરિજીએ શું લખ્યું હતું તે કહે છે. તે રોહણગિર (રોહણગિરિ સમાન એવા રાજા) હું જાઉ છું. તારું કલ્યાણ થાઓ મારા જવાથી આનું શું થશે. એવું સ્વપ્ન પણ તું વિચારીશ નહિ. મણી જેવા અમે જેમ તારા સહવાસથી પ્રતિષ્ઠા મેળવી છે. તેમ મણીરૂપ એવા અમને પણ શૃંગારરસના રસિયા અન્ય રાજાઓ પણ પોતાના મસ્તક ઉપર (મુગટમાં) ધારણ કરશે. આ પ્રમાણે લખીને ગુરૂજી ગૌડ દેશમાં પહોંચ્યા ત્યાં ધર્મ નામનો રાજા હતો તેના આગ્રહથી ત્યાં રોકાયા અને નક્કી કર્યું કે જ્યાં સુધી આમ રાજા જાતેજ બોલાવવા માટે નહિ આવે ત્યાં સુધી હું વિહાર નહિ કરું એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રહ્યા.
ខណ
g gesយបងរាល់រាណខខខខខខខខខខ88889888884888
g០០០០B០០០០teengse
ases888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (141)|અંશ-ર, તરંગ-૬ ||
::
sit
-3-1998-3-
****