________________
કૃત ભાવાનુવાદ પુસ્તકાકારે પ્રસિધ્ધ થયા. આમ અપરતટ સર્વપ્રથમ આ સંસ્કરણમાં પ્રસિધ્ધ થયો.
પ્રસ્તુત ગ્રંથના ૩૯૧ અને અપરતટના પ૬ મળી કુલ ૪૪૭ પધો છે. એમાં ૨૩૪ સંસ્કૃતમાં ૨૧૩ પ્રાકૃતમાં છે. ટીકાનું ગ્રંથાગ્ર ૭૬૭૫ શ્લોક પ્રમાણે છે.
- “ઉપદેશ રત્નાકર” ખરેખર અનેક મનોરમ વિષયોનો સાગર છે. વિદ્વાનોને જ નહીં કથારસિકોને પણ રસ પડે એવા સેંકડો દૃષ્ટાંતોથી સભર છે. ચરણકરણ અને દ્રવ્યાનુયોગની પણ અનેક બાબતો અહીં છે.
ગ્રંથકારશ્રી પોતે જ ગ્રંથવિષે લખતાં (પિઠિકા. ૨૪) જણાવે છે કે
एकाहिकागमगभीर फलैतदन्य मिथ्यात्विभद्रकबुधेतर योग्यताद्यैः ।
भेदैस्ततो नवनवैः सुकृतोपदेशान्
वक्ष्ये बहूनिह परप्रतिबोधसिद्ध्यै ||२४|| આ ગ્રંથમાં એક દિવસમાં વ્યાખ્યાન યોગ્ય, દિવસોમાં વ્યાખ્યાન યોગ્ય, આગમો અને પ્રકરણાદિના અર્થરૂપ, મિથ્યાત્વી, ભદ્રક અને પંડિતોને યોગ્ય
નવા નવા ઘણા ઉપદેશો કહેવામાં આવશે. - ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી તપગચ્છપટ્ટાવલીમાં લખે છે વાતુર્વેદ વૈશારદ્ય ઉપદેશનિધિપતેશ રત્નાર અનેક પ્રકારની ચાતુરાઈની વાતો આ ગ્રંથમાં છે. અહીં ગુરુના ૪ પ્રકારો, ૮ પ્રકારો, ૧૬ પ્રકારો છે. આચાર્યના ૪, ધર્મના ૫, અને મત્સ્યના ૫ પ્રકારોનું વર્ણન છે. હાથીના ૧૫, સિંહના ૭ ગુણોનું વર્ણન છે. એ ઉપરાંત વૈદક, સુર્વણસિધ્ધિ, ઔષધિઓ, અંજનો, ગુટિકાઓ વ. ના વર્ણન, રંગની સમજણ વગેરે અનેક બાબતોનો ઉલ્લેખ છે.
ટીકાની ભાષા સરળ, સુબોધ, છતાં પ્રાસાદિક અને અર્થગંભીર છે. બેત્રણ દેશ્ય શબ્દોને બાદ કરતાં ટીકા સંપૂર્ણ સંસ્કૃતમાં છે. ગ્રંથકારશ્રીનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ ઉપર અસાધારણ પ્રભુત્વ છે. પહલાલિત્ય મજાનું છે. છંદ અને અલંકાર વિષે ઉંડુ જ્ઞાન તેઓ ધરાવે છે.
ગ્રંથકારશ્રીએ ક્યારેક નામોલ્લેખપૂર્વક અને ક્યારેક ઉલ્લેખ વિના ગ્રંથાંતરના શ્લોકો આદિ લીધા છે. ૧. દષ્ટાન્ત શૌર્બહુધોપદર્શિતં મધ્યતટના અંતે ટીકા